મુંબઈમાં ટ્રાફિક જામ: મરાઠા આરક્ષણ આંદોલનથી જનજીવન ઠપ્પ, આ રૂટમાં કરાયા ફેરફાર…
આમચી મુંબઈ

મુંબઈમાં ટ્રાફિક જામ: મરાઠા આરક્ષણ આંદોલનથી જનજીવન ઠપ્પ, આ રૂટમાં કરાયા ફેરફાર…

મુંબઈઃ મરાઠા આરક્ષણની માગણી માટે મનોજ જરાંગે પાટીલનું મુંબઈના આઝાદ મેદાન ખાતે અનશન કરી રહ્યા છે. આ બધામાં ગણપતિ બાદ સોમવારે કામ પર પાછા ફર્યા હતા.

જેને કારણે સીએસએમટી પરિસરના ટ્રાફિક રૂટમાં મુંબઈ પોલીસ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર જાણી લેવો તમારા માટે ખૂબ જ મહત્ત્વનું રહેશે.

આ રૂટ છે ટ્રાકિક સ્લો મૂવિંગ
મળતી માહિતી અનુસાર સીએસએમટી જંક્શનની આસપાસના વિસ્તારોમાં જવાનું ટાળવું એવું આહ્વાન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જેજે ફ્લાયઓવરનો ટ્રાફિક એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનથી સીપીઓ થઈને મેટ્રો જંક્શન તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.

આ સિવાય ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેનો ટ્રાફિક પણ પરિસ્થિતિ જોતા જેજે માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવશે, એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ડી.એન. રોડ (ઉત્તર દિશાનો ટ્રાફિક) ફેશન સ્ટ્રીટ માર્ગથી મેટ્રો થિયેટર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

એડિશનલ ફોર્સ તહેનાત
મરાઠા આંદોલનને કારણે સીએસએમટી પરિસરમાં કરવામાં આવેલા ટ્રાફિકના ફેરફાર સિવાય આઝાદ મેદાન, મરીન ડ્રાઈવ, પાયધૂની અને વડાલાથી એડિશનલ પોલીસ આ પરિસરમાં તહેનાત કરવામાં આવ્યા છે. વડાલા ટ્રાફિક પોલીસને 35, આઝાદ મેદાન પોલીસે 35 અને 70 એડિશનલ ટ્રાફિક પોલીસ તહેનાત કરવામાં આવ્યા છે.

નાગરિકોને પડી રહેલી અગવડતાને જોતાં વાહનવ્યવહાર સરળતાથી થાય એ માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા પહેલ કરવામાં આવી છે. તેમણે આંદોલકોને રસ્તા પર આંદોલન કરવાને બદલે આઝાદ મેદાન ખાતે જઈને આંદોલન કરવાની ભલામણ કરી હતી. મોટાપ્રમાણમાં વાહનો સીએસએમટી ખાતે જમા થયા હોવાને કારણે આ વિસ્તારમાં ટ્રાફિક સ્લો મૂવિંગ છે.

મધ્ય રેલવે પર લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ મોડી
સોમવારે સવારે મધ્ય રેલવેની મેન લાઈન પર 15થી 20 મિનિટ મોડી દોડી રહી છે, જ્યારે હાર્બર લાઈન અને પશ્ચિમ રેલવેમાં ટ્રેનો પાંચથી 10 મિનિટ મોડી દોડી રહી છે.

ટ્રેનો મોડી પડવાને કારણે મહત્ત્વના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે અને મુંબઈગરાને ભાગે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

મરાઠા સમાજે કરી ખાસ અપીલ
સમાજ દ્વારા વોટ્સએપ પર લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલાં મરાઠા બંધુઓને અપીલ કરી છે કે કોઈએ રેલવે ટ્રેકમાં ઉતરવું નહીં, લોકલ ટ્રેનના દરવાજા પર ઊભા રહીને પ્રવાસ કરવો નહીં. મુંબઈના નોકરિયાત વર્ગને મુશ્કેલી ના પડે એટલે સવારે પાંચથી આઠ વાગ્યા અને કાં તો રાતે 10 વાગ્યા બાદ ટ્રેનોમાં પ્રવાસ કરવો.

જો તમે પણ આજે દક્ષિણ મુંબઈ, સીએસએમટી ખાતે જવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી જેથી તમને મુશ્કેલીનો સામનો ના કરવો પડે.

આ પણ વાંચો…મરાઠા અનામતઃ સીએસએમટી સ્ટેશન બન્યું ‘શેલ્ટર હોમ’, પોલીસની સુરક્ષામાં વધારો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button