રવિવારના મેગાબ્લોકમાંથી મુંબઇગરાને મળશે રાહત
મુંબઇઃ મધ્ય રેલવેની મુખ્ય અને હાર્બર લાઈનો પર શનિવારે મધરાતે (23 કલાકે) સિગ્નલ સિસ્ટમમાં કેટલાક ટેકનિકલ કામો કરવા અને ઉપનગરીય રેલવે લાઈનો પર ટ્રેક રિપેર કરવા માટે મેગાબ્લોક લેવામાં આવશે. જેથી રવિવારે મુંબઈકરોને રાહત મળશે.
મધ્ય રેલવેના માટુંગાથી મુલુંડ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન એક્સપ્રેસ લાઇન પર શનિવારે રાત્રે 12.30 વાગ્યાથી સવારે 4.30 વાગ્યા સુધી મેગાબ્લોક લેવામાં આવશે.
પનવેલથી વાશી વચ્ચેના હાર્બર રૂટ પર, અપ અને ડાઉન બંને રૂટ પર રાત્રે 12.40 વાગ્યાથી સવારે 4.40 વાગ્યા સુધી બ્લોક રહેશે.
શનિવારે રાત્રે 12.30 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ અને માહિમ સ્ટેશનો વચ્ચે અપ-ડાઉન એક્સપ્રેસ લાઇન પર મેગાબ્લોક રહેશે.
પરિણામે, બ્લોક વચ્ચેના ફાસ્ટ ટ્રેક પરના ટ્રાફિકને સ્લો ટ્રેક પર સાંતાક્રુઝથી ચર્ચગેટ તરફ વાળવામાં આવશે. રેલવેએ એમ પણ કહ્યું હતું કે રવિવારે કોઈ બ્લોક લેવામાં આવશે નહીં.