મુંબઈમાં વધુ એક હીટ એન્ડ રન કેસ, SUVએ વર્સોવા બીચ પાસે સુતાએ બે લોકોને કચડ્યા
મુંબઈ: છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રના અલગ અગ શહેરોમાં હિટ એન્ડ રનના કેસ બની રહ્યા છે. એવામાં મુંબઈમાં વધુ એક ગંભીર હીટ એન્ડ રન(Mumbai Hit and Run)ની ઘટના બની હતી. મુંબઈના વર્સોવા વિસ્તારમાં એક પુરપાટ વેગે આવતી SUV કાટે બે લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં એકનું મોત થયું હતું અને અન્ય એક ઈજાગ્રસ્ત છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બંને લોકો વર્સોવા બીચ પાસે સૂતા હતા.
સોમવારે વહેલી સવારે એક SUV ત્યાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ચાલકે બંનેને અડફેટે લીધા હતા. આ અકસ્માત બાદ એસયુવી ડ્રાઈવર અને તેનો મિત્ર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પરંતુ પોલીસે તત્પરતા દાખવી બંનેને પકડી લીધા હતા. બંનેની ગુનેગાર હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
| Also Read: Mumbai-Nagpur એક્સપ્રેસ વે ભયંકર Accident,કાર હવામાં ઉછળી , 6 લોકોના મોત અનેક ઘાયલ
અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિ રિક્ષાચાલક હતો. તેનું નામ ગણેશ યાદવ હતું. તે તેના મિત્ર બબલુ સાથે બીચ પર સૂતો હતો. એક સફેદ રંગની SUV નીચે કચડાતા ગણેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
એસયુવીએ બંનેને ટક્કર મારતાં જ ડ્રાઈવરે નીચે ઉતરીને રિક્ષાચાલકને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. તે ન જાગતાં કાર ચાલક ડરીને સ્થળ પરથી નાસી ગયો હતો. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત ગણેશને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તે મૃત્યુ પામ્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
| Also Read: ગુજરાતના પાટણના રાધનપુર પાસે એસ.ટી બસ અને ટ્રકનો Accident,ચાર લોકોના મોત
મળતી માહિતી મુજબ, પોલીસે નાગપુરથી બંને ફરાર આરોપીઓની ધરપકડ કરી અને મંગળવારે તેમને કોર્ટમાં રજૂ કર્યા. જ્યાંથી બંનેને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. બંને દારૂના નશામાં હતા કે નહીં તે જાણવા માટે તેમના લોહીના નમૂનાઓ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા છે.