આપણું ગુજરાતઉત્તર ગુજરાતપાટણ

ગુજરાતના પાટણના રાધનપુર પાસે એસ.ટી બસ અને ટ્રકનો Accident,ચાર લોકોના મોત

પાટણ : ગુજરાતના પાટણના રાધનપુર પાસે પૂરઝડપે આવી રહેલી એસ. ટી. બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં (Accident)ચાર લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત 3 લોકોની હાલત ગંભીર છે. અકસ્માતમાં બસના ડ્રાઇવર, કંડકટર તેમજ ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરનું મોત થયુ છે. જયારે એસ.ટી બસના મુસાફરોને નાનીમોટી ઇજાઓ થઈ છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ બસ આણંદ થી રાપર એસ.ટી. બસનો ટ્રક સાથે અકસ્માત થયો હતો.

અકસ્માતનું કારણ શોધવામાં આવી રહ્યું છે

જો કે આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 ની ટીમ બચાવ કાર્ય માટે પહોંચી હતી. તેમજ દુર્ઘટનાનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ ખારિયા પુલ નજીક રાપરીયા હનુમાન પાસે અડધી રાત્રે અકસ્માત થયો હતો. ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે પાટણ ધારપુર હોસ્પિટલ અને રાધનપુર રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે.

પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યો છે. મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃતકની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker