આમચી મુંબઈ

ફાયર કોલઃ મુંબઈમાં 2024 માં 5,000 થી વધુ આગ બનાવ નોંધાયા, પ્રશાસન ચિંતામાં…

મુંબઈમાં ૨૦૨૪માં આગની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો હતો. મુંબઈ ફાયર બ્રિગેડના ડેટા મુજબ જાન્યુઆરીથી ડિસેમ્બરની વચ્ચે ૫૩૦૧ કેસ સામે આવ્યા હતા, જયારે ૨૦૨૩માં આજ સમય દરમ્યાન ૫૦૭૪ આગની ઘટનાઓ બની હતી. આમ આગની ૨૨૭ બનાવમાં વધારો થયો છે. ઉપલબ્ધ રિપોર્ટ મુજબ અધિકારીઓના અને કાર્યકર્તાઓની નબળી તપાસ અને અગ્નિ સુરક્ષા અનુપાલનમાં નીરસતાને મુખ્ય કારણ ગણવામાં આવ્યું છે. એમએફબીના ડેટા પરથી માલુમ પડે છે કે ૨૦૨૪ માં ૫૨૨૮ સ્ટોપ ફાયર કોલ નોંધવામાં આવ્યા હતા, જયારે ૨૦૨૩માં ૪૯૯૩ હતા.

Also read : થાણેવાસીઓ માટે મહત્વના સમાચાર: થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો પ્રકલ્પ શરૂ થશે

સ્ટોપ કોલ નાની આગ હોય છે જેને અગ્નિ શમન વિભાગના પહોંચતા પહેલા બુઝાવવામાં આવે છે. ૨૦૨૩ની તુલનામાં ૨૦૨૪માં લેવલ ૧ આગના કેસ થોડા ઓછા હતા. તે ૫૭થી ઘટીને પંચાવન થઇ ગયા હતા. લેવલ ટૂની આગ ૧૪થી ઘટીને તેર થઈ ગઈ છે, જ્યારે લેવલ ૩ની આગ ૯થી ઘટીને ચાર થઇ ગઈ. બને વર્ષોમાં લેવલ ૪ આગનો ફક્ત એક કેસ નોંધાયો હતો.

સૂત્રોનું કહેવું છે કે એમએફબી તપાસમાં સુધારાની જરૂર છે. વિભાગમાં ૧૬૦ અધિકારીઓ છે પરંતુ હજુ વધુની જરૂર છે. અધિકારી તપાસ અને કટોકટી બંને સાંભળતા હોવાથી મુશ્કેલી પડે છે.

અગ્નિ સુરક્ષા જાગરૂકતાની પણ કમી જોવામાં આવી છે. સૂત્રોના કહ્યા મુજબ મુંબઈમાં લગભગ ૫૦,૦૦૦ બિલ્ડિંગ છે, પરંતુ એમએફબી પાસે નિયમિત તપાસ માટે કર્મચારીઓની સંખ્યા ઓછી છે. હાઉસિંગ સોસાયટીઓએ દર છ મહિને ફાયરનું ઓડિટ કરાવવું જરૂરી છે. જોકે ઘણી સોસાયટીઓ આ નિયમનું પાલન નથી કરતી. સુરક્ષા કર્મચારીઓને તાલીમબદ્ધ કરવામાં આવતા નથી, જ્યારે સ્થાનિક લોકો પણ તેને નજરઅંદાજ કરતા રહે છે.

Also read : Good News: દિલ્હી-બેંગલુરુ માફક મુંબઈમાં પણ શરૂ થશે બાઇક ટેક્સી!

નિષ્ણાતો અનુપાલનમાં સુધાર માટે ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરવાનું કહે છે. તેઓ એક ઓનલાઇન એપની સલાહ આપે છે જ્યાં ઇમારતો ફાયર ઓડિટ રિપોર્ટ બતાવી શકે. બીએમસી નિયમોનું ઉલ્લંઘન કરનારને ઓનલાઇન કારણ દર્શાવો નોટિસ પણ મોકલી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button