જુલાઈ મહિનામાં સરેરાશ ઓછો વરસાદ છેલ્લા એક દાયકાનો સૌથી સુકો જુલાઈ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સામાન્ય રીતે ચોમાસાના ચાર મહિનામાં સૌથી વધુ વરસાદ જુલાઈમાં પડતો હોય છે પણ આ વર્ષનો જુલાઈ મહિનો લગભગ છેલ્લા એક દાયકાનો સૌથી સૂકો રહ્યો છે. જુલાઈ મહિનામાં પડેલો વરસાદ તેનો માસિક સરેરાશના આંકડાને પણ ગાંઠી શકી નથી.
હવામાન વિભાગે આપેલા આંકડા મુજબ પહેલી જુલાઈથી ૩૧ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં સાંતાક્રુઝમાં માત્ર ૭૯૮ મિ.મી. વરસાદ પડયો છે, જે જુલાઈમાં સરેરાશ પડતાં ૯૧૯.૯ મિ.મી.થી ઓછો છે. આ અગાઉ ૨૦૧૫ની સાલનો જુલાઈ માત્ર ૩૫૯.૧ મિ.મી. જેટલા વરસાદ સાથે સૌથી સૂકો રહ્યો હતો.
કોલાબામાં ચાલુ વર્ષે જુલાઈમાં ૩૮૧ મિ.મી. જેટલો જ વરસાદ નોંધાયો છે, જયારે કોલાબામાં જુલાઈમાં સરેરાશ ૭૬૮.૫ મિ.મી. પડતો હોય છે. આ અગાઉ ૨૦૧૫ની સાલમાં જુલાઈમાં કોલાબામાં ૨૮૦ મિમી. વરસાદ નોંધાયો હતો.
જુલાઈ મહિનામાં ઓછા વરસાદ માટે હવામાન નિષ્ણાતો નિષ્ક્રિય ચોમાસાના તબક્કાને ગણાવે છે, જ્યાં સક્રિય સિસ્ટમનો અભાવ અને મજબૂત ચોમાસાના પ્રવાહની ગેરહાજરીમાં ઓછો વરસાદ રહ્યો હતો. સામાન્ય રીતે બે પ્રકારની સિસ્ટમ દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ લાવે છે, જેમાં એક સિસ્ટમ બંગાળની ખાડીમાં ઉદ્ભવે છે જયારે બીજી સિસ્ટમમાં અરબી સમુદ્રમાંથી મળતા પુષ્કળ ભેજને કારણે મુંબઈને વરસાદ મળે છે.
જોકે આ વખતે બંગાળની ખાડી ૧૭ જુલાઈથી ૨૬ જુલાઈ દરમ્યાન બંગાળની ખાડી પર લો પ્રેશર નિર્માણ થયા બાદ મુંબઈમાં મહત્તમ વરસાદ પડયો હતો, છતાં જુલાઈ ના સરેરાશ આંકડાને પહોંચી શકાયું નથી.
આ પણ વાંચો…મુંબઈને મળશે વધુ એક સી લિંક: ઉત્તન-વિરાર પ્રોજેક્ટ મંજૂર!