મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી: લક્ઝરી ઘરોના વેચાણે તોડ્યા રેકોર્ડ!

મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી: લક્ઝરી ઘરોના વેચાણે તોડ્યા રેકોર્ડ!

મુંબઈઃ આ વર્ષે મુંબઈનું રિયલ એસ્ટેટ બજાર એકદમ ગરમ રહ્યું. આ વર્ષના પહેલા 6 મહિનામાં 40 કરોડ રૂપિયાથી વધુની કિંમતના મકાનોના વેચાણમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. રિપોર્ટ મુજબ 40 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઘરોનું વેચાણ 2022 ના પ્રથમ છ મહિનામાં 17 યુનિટથી ત્રણ ગણું વધીને 2025ના પ્રથમ છ મહિનામાં 53 યુનિટ થયું હતું.

વૈભવી ઘરોનું વેચાણ અગિયાર ટકા વધ્યું
રિપોર્ટમાં જણાવાયું છે કે 2025ના પહેલા છ મહિનામાં વૈભવી ઘરોનું વેચાણ ગયા વર્ષના સમાન સમયગાળા (2024)ની સરખામણીમાં 11 ટકા વધ્યું છે. અને 2022ના પહેલા છ મહિનાની સરખામણીમાં 20-40 કરોડ રૂપિયાના ઘરોના વેચાણમાં 138 ટકાનો વધારો થયો છે. વેચાણમાં પ્રાથમિક બજારનો હિસ્સો લગભગ 75 ટકા હતો, જ્યારે સેકેન્ડરી બજારનો ફાળો રૂ. 3,750 કરોડ હતો.

સમીક્ષાના સમયગાળા દરમિયાન મુંબઈમાં રૂ. 10 કરોડથી વધુ કિંમતના ઘરોના વેચાણમાંથી રૂ. 14,750 કરોડનું વેચાણ નોંધાયું છે. આ વાર્ષિક ધોરણે 11 ટકાનો વધારો દર્શાવે છે, જે ગયા વર્ષના પ્રથમ છ મહિનામાં (CY24ના પહેલા છ મહિનામાં) રૂ. 12,300 કરોડના વેચાણની સરખામણીમાં વધુ છે.

બાંદ્રામાં 193 ટકાનો જંગી વધારો
બંને બજારો છેલ્લા પાંચ વર્ષમાં તેમના ઉચ્ચતમ સ્તરે હતા. વરલીએ સૌથી વધુ પસંદગીના લક્ઝરી ડેસ્ટિનેશન તરીકે તેનું સ્થાન જાળવી રાખ્યું, જે પ્રાથમિક વેચાણ મૂલ્યના 22 ટકા જેટલું હતું. અન્ય ઝડપથી વિકસતા વિસ્તારોમાં બાંદ્રા પશ્ચિમનો સમાવેશ થાય છે, જ્યાં 193 ટકાનો જંગી વધારો જોવા મળ્યો હતો.

તાડદેવમાં 254 ટકાનો જંગી વધારો
તાડદેવમાં 254 ટકાનો જંગી વધારો જોવા મળ્યો, ત્યાર બાદ પ્રભાદેવી અને મલબાર હિલનો ક્રમ આવે છે. આ સમયગાળા દરમિયાન, મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં 2,000-4,000 ચોરસ ફૂટના એપાર્ટમેન્ટ્સનું પ્રભુત્વ હતું, જે પ્રાથમિક વેચાણના 70 ટકા હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો…મુંબઈની રિયલ એસ્ટેટ કંપની કલ્પતરુનો આઈપીઓ આજે ખૂલ્યો, જાણો પ્રાઇસ બેન્ડ સહિતની વિગતો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button