આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મુંબઈચી પુનઃ તુંબઈઃ છ કલાકમાં 11 ઈંચ વરસાદ, લોકલ ઠપ, શાળા-કૉલેજ બંધ

મુંબઈઃ શહેરમાં રવિવાર રાતથી પડી રહેલા ભારે વરસાદે મુંબઈ મહાનગરપાલિકા અને રેલવેના તમામ દાવાને ખોટા સાબિત કર્યા હતા. છ કલાકમાં શહેરમાં લગભગ 11 ઈંચ કરતા વધારે પડેલા વરસાદે જનજીવન ઠપ કરી નાખ્યું છે.શાળા-કૉલેજોમાં રજાઓ જાહેર થઈ ગઈ છે.

સૌથી વધારે મુસિબતની વાત મુંબઈગરાઓ માટે એ છે કે લોકલ સેવાને ખૂબ જ અસર થઈ છે. સોમવારે અઠવાડિયાનો પહેલો દિવસ ફરજિયાતપણે કામ-ધંધે જનારા લોકો માટે હાલાકીભર્યો રહ્યો છે.

મુંબઈમાં હર્બલ લાઇનની સેવા બંધ કરી દેવામાં આવી છે. સવારના 6 વાગ્યાની ટ્રેન સવારે 7 વાગે ચેમ્બુર રેલવે સ્ટેશન પહોંચી છે. પરંતુ ચેમ્બુર રેલવે સ્ટેશન પાસે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ટ્રેનો આગળ વધી શકતી નથી.

મુંબઈમાં પાણી નહીં ભરાય આ દાવો ફરીથી ખોટો હતો. રવિવારે મધરાતના વરસાદથી મુંબઈમાં ડ્રેનેજના નબળા કામો ખુલ્લા પડી ગયા હતા. નાળાસફાઈના નામે કરોડો ફરી પાણીમાં ગયા હોવાનું મુંબઈના કરદાતાઓને લાગી રહ્યું છે. રાતભરના વરસાદને કારણે મુંબઈ ‘તુંબઈ’ બની ગયું હતું. મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થઈ ગયા છે. મધ્ય રેલવેની લોકલ અને એક્સપ્રેસ સેવાઓને ઘણી અસર થઈ છે અને સમયપત્રક અસ્ત વ્યસ્ત થઈ ગયા છે. હજુ આજે પણ દિવસભર વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે, 8 જુલાઈએ મુંબઈમાં દિવસભર મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં રવિવાર રાતથી સોમવારે સવારના 7 વાગ્યા સુધી 300 મિમી વરસાદ નોંધાયો છે. મુંબઈમાં વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પુણે, રાયગઢ, રત્નાગીરી, સતાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

મુંબઈમાં શાળાઓમાં રજા, લોકલ બંધ
મુંબઈમાં ભારે વરસાદને કારણે સવારની સત્રની શાળાઓ બંધ જાહેર કરવામાં આવી છે. બપોરનું સત્ર પછીથી નક્કી કરવામાં આવશે. મધ્ય રેલ્વે મધ્યરાત્રિથી ભારે વરસાદથી ત્રસ્ત છે. કોલ્હાપુરથી મુંબઈ જતી એક્સપ્રેસ લગભગ દોઢ કલાકથી પાટા પર છે. પુણે જતી ઘણી એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી હોવાના અહેવાલ છે. ભાંડુપ રેલ્વે ટ્રેક પર પાણી ભરાવાને કારણે સેન્ટ્રલ રેલ્વે સેવા ખોરવાઈ ગઈ છે. રેલ્વે સ્ટાફ દ્વારા પાણી પમ્પીંગ કરવાની કામગીરી યુદ્ધ સ્તરે ચાલી રહી છે. સિગ્નલ ન હોવાથી લોકલ ટ્રેનો એક પછી એક ઊભી રહે છે.

જે વિસ્તારો પાણી ભરાવા માટે જાણીતા છે ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકો રાતભર જાગ્યા હોવાનું અહેવાલો જણાવે છે. જો જરૂરી ન હોય તો લોકોએ ઘરની બહાર ન નીકળવું તેવી વિનંતી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

આવનારા પાંચ દિવસ સંભાળજો
મુંબઈમાં 8 જુલાઈથી 13 જુલાઈ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. 8મી જુલાઈએ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. 9 જુલાઈના રોજ હળવા વરસાદ સાથે તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસથી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. 10 જુલાઈના રોજ મધ્યમ વરસાદની શક્યતા છે. 11મી જુલાઈએ મધ્યમ જ્યારે 12મી અને 13મી જુલાઈએ વરસાદ રહેવાની આગાહી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત