દોષી કર્મચારીઓના વેતનમાંથી 30 ટકા કપાતના નિર્ણયનો પડઘો 50 મોટરમેન - લોકો પાઈલટ સ્વેચ્છા નિવૃત્તિ લેવા ઉત્સુક...
આમચી મુંબઈ

દોષી કર્મચારીઓના વેતનમાંથી 30 ટકા કપાતના નિર્ણયનો પડઘો 50 મોટરમેન – લોકો પાઈલટ સ્વેચ્છા નિવૃત્તિ લેવા ઉત્સુક…

મુંબઈ: સિગ્નલ પાસ એટ ડેન્જર (એસપીએડી) કેસમાં દોષિત લોકો પાઈલટ અને મોટરમેન માનસિક તંદુરસ્તી પરીક્ષણમાં નિષ્ફળ જશે તો તેમને રનિંગ સ્ટાફમાંથી દૂર કરવામાં આવશે. રેલ્વે બોર્ડે પણ તેમના મૂળ વેતનના 30 ટકા ન ચૂકવવાના નિર્ણયને સમર્થન આપ્યું છે.

અલબત્ત રેલવે કર્મચારી સંગઠનોએ આનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત મોટરમેન અને નિવૃત્તિના થોડા વર્ષ બાકી હોય એવા લોકો પાઈલટએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. મધ્ય રેલવેના મુંબઈ વિભાગના આશરે 50 મોટરમેન અને લોકો પાઇલટે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી છે. મોટરમેન અને લોકો પાઇલટ્સ રેડ સિગ્નલ તોડે છે અને ટ્રેન ચલાવતી વખતે ટ્રેન આગળ ચલાવે ત્યારે સિગ્નલ પાસ એટ ડેન્જર (એસપીએડી) ઘટના બને છે.

મોટરમેન અને લોકો પાઇલટ્સની સિગ્નલ સંબંધિત ભૂલો માટે રેલ્વે વહીવટીતંત્ર રનિંગ સ્ટાફને તેમના કામમાંથી હટાવી તેમને નોન-રનિંગ સ્ટાફ પર નિયુક્ત કરે છે. આ ફેરફારથી તેઓ 30 ટકા પગાર ઘટક માટે પાત્ર નથી રહેતા. એટલું જ નહીં, થોડા વર્ષ બાદ રનિંગ સ્ટાફમાં પાછા ફરવા માટે તેમણે માનસિક યોગ્યતાની કસોટીમાંથી પાર ઉતરવું પડે છે.

મોટરમેન અને લોકો પાઇલટ આ પરીક્ષણમાં નિષ્ફળ જાય તો તેમને આ પદ માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે. આ નિર્ણયને પગલે તેમના પગારમાં 30 ટકાનો ઘટાડો થાય છે. એની સીધી અસર નિવૃત્તિ સમયે મળતા આર્થિક વળતર પર પડે છે. આ ફેરફારથી રનિંગ સ્ટાફમાં અસંતોષનો માહોલ છે.

મધ્ય રેલવેના મુંબઈ વિભાગના ઘણા મોટરમેન કામના દબાણને કારણે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા તૈયાર છે. જોકે મધ્ય રેલવે વહીવટીતંત્ર તેમની અરજીઓ મંજૂર ન કરી હોવાથી તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ નથી લઈ શકતા. મળેલી માહિતી મુજબ, 29 જુલાઈ, 2025 સુધીમાં, 51 મોટરમેન અને લોકો પાઇલટે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી છે.

આ અરજીઓ મંજૂર થશે તો 100થી વધુ મોટરમેન સ્વૈચ્છિક નિવૃત્તિ લેશે. મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનના એક મોટરમેને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 50 વર્ષીય મોટરમેન સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા તૈયાર છે.

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button