મુંબઈના રેલ પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જાણી લો તો ફાયદામાં રહેશો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈના રેલ પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જાણી લો તો ફાયદામાં રહેશો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
તહેવારોના દિવસોમાં અઠવાડિયાના અંતમાં લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં મુશ્કેલી પડી શકે છે, કારણ કે રેલવે નાઈટ અને સન્ડે બ્લોક હાથ ધરશે. રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે મુંબઈ સબર્બન રેલવેમાં સ્પેશિયલ બ્લોક હાથ ધરવામાં આવશે.

રેલવે ટ્રેકના મેઈન્ટેનન્સ માટે પશ્ચિમમાં રવિવારે અને મધ્ય રેલવેની મેઈન લાઈનમાં શનિવારે રાતના બ્લોક હાથ ધરવામાં આવશે, પરંતુ રવિવારે દિવસ દરમિયાન બ્લોક રહેશે નહીં.

આપણ વાંચો: જે પણ લોકલ ટ્રેનોના ધાંધિયામાંથી ‘મુક્તિ’ નહીંઃ નોન પીક અવર્સમાં ભયાનક ભીડ, કારણ શું?

વિદ્યાવિહાર અને થાણે વચ્ચે સ્પેશિયલ બ્લોક

મધ્ય રેલવેમાં વિદ્યાવિહાર અને થાણે વચ્ચે પાંચમી-છઠ્ઠી લાઈનમાં આવતીકાલે રાતના 12.40 વાગ્યાથી વહેલી સવારના 4.40 વાગ્યા સુધી ચાર કલાકનો બ્લોક રહેશે.

બ્લોક દરમિયાન પાંચમી લાઈનમાં વિદ્યાવિહારથી થાણે/કલ્યાણ વચ્ચે ડાઉન ફાસ્ટ લાઈનમાં ડાઈવર્ટ કરવામાં આવશે, જ્યારે છટ્ઠી લાઈનમાં કલ્યાણ/દીવા અને વિદ્યાવિહારની વચ્ચે અપ ફાસ્ટ લાઈનમાં ડાઈવર્ટ કરવામાં આવશે. બ્લોક દરમિયાન લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવાને અસર થશે, જ્યારે લોકલ ટ્રેનની સર્વિસ પણ પંદરથી વીસ મિનિટ મોડી પડી શકે છે.

આપણ વાંચો: આજે પણ લોકલ ટ્રેનોના ધાંધિયામાંથી ‘મુક્તિ’ નહીંઃ નોન પીક અવર્સમાં ભયાનક ભીડ, કારણ શું?

રવિવારે બોરીવલી-ગોરેગાંવ વચ્ચે પાંચ કલાક બ્લોક

પશ્ચિમ રેલવેમાં રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે પાંચ કલાકનો બ્લોક રવિવારે હાથ ધરવામાં આવશે. રવિવારે બોરીવલી અને ગોરેગાંવ વચ્ચે રવિવારે સવારના દસ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનમાં પાંચ કલાકનો બ્લોક રહેશે.

બ્લોક દરમિયાન હાર્બર લાઈનની બોરીવલી અને અંધેરીની અમુક લોકલ ટ્રેનો રદ રહેશે, જેથી પ્રવાસીઓએ બિનજરુરી પ્રવાસ કરવાનું ટાળવું, જેથી લોકલ ટ્રેનની હાલાકીનો સામનો કરવો પડે નહીં.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button