આમચી મુંબઈ

આ ચાલી શું રહ્યું છે? 32 કલાકે મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર વાહનવ્યવહાર શરૂ થયો ત્યાં પાછું આજે સવારે…

મુંબઈઃ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પ્રવાસીઓની હાલાકી કંઈ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પહેલાં આડોશી ખાતે ગેસ ટેન્કર ઉંધું વળી જતાં 32 કલાકે ઠપ્પ થયેલો ટ્રાફિક વ્યવહાર માંડ માંડ પૂર્વવત્ થયો હતો ત્યાં આજે ફરી એક વખત લોનાવાલા ખાતે સિમેન્ટ કન્ટેનર બંધ થતાં ફરી એક વાહનવ્યવહાર ખોરવાયો હોવાની માહિતી સામે આવી રહી છે. આ મુસીબતને કારણે લોનાવાલા આગળ 10થી 15 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી જતા પ્રવાસીઓ ફરી અટવાઈ પડ્યા છે.

મળતી માહિતી અનુસાર લોનાવલા ખાતે એક સિમેન્ટ કન્ટેનરમાં ખામી સર્જાતા તે રસ્તાની વચ્ચોવચ્ચ જ બંધ પડ્યું છે, જેને કારણે મુંબઈની દિશામાં થનારો વાહનવ્યવહાર ફરી એક વખત ખોરવાયો છે. હાઈવે પોલીસ અને આઈઆરબીની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ક્રેનની મદદથી આ ટેન્કરને દૂર કરીને વાહનવ્યવહાર પૂર્વવતૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ ત્યાં સુધી સેંકડો વાહનો ટ્રાફિકજામમાં અટવાઈ પડ્યા છે.

હાલમાં લોનાવલા ખાતે 20 કિલોમીટર પહેલાંથી જ વાહનો અટવાઈને પડ્યા છે. પરિસ્થિતિ કેટલી ગંભીર છે એનો ખ્યાલ એ વાત પરથી જ આવી રહ્યો છે કે છેલ્લાં 3 કલાકમાં અનેક વાહનો માંડ માંડ બે કિલોમીટર આગળ સરળતી શક્યા હતા. માવળ પરિસરમાં એક્સપ્રેસ વે પર આવનારા પ્રવાસીઓને પારાવાર ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખંડાલા ઘાટમાં 32 કલાક મોડી રાતે ફરી એક વખત વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં તંત્રને સફળતા મળી હતી, ત્યાં ફરી એક વખત લોનાવલા ખાતે સિમેન્ટ કન્ટેનરને કારણે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે. બે દિવસમાં મુંબઈ-પુણે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકજામમા અટવાઈ પડેલાં અને નારાજ થયેલાં વાહનચાલકો આટલો ટોલ લઈને આવી સુવિધા આપવા બદ્દલ તંત્રને વખોડી રહ્યા છે.

ગેસ ટેન્કર ઉંધું વળી જતાં વાહનચાલકો કલાકો સુધી 20થી 25 કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી બહાર ક્યારે નીકળાશે એની કલ્પના ન હોવાને કારણે અનેક લોકો કારમાં જ સૂઈ હતા. આજે સવારે પોલીસે ટ્રાફિક ક્લિયર કરવાનો પ્રયાસ કરતી વખતે તેમને ઉઠાડીને વાહનોને આગળ લઈ જવા જણાવ્યું હતું.

ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ: મુલુંડના ફ્લાયઓવરનું કામ ઝડપથીપૂરૂું થતાં નાગરિકોને ટ્રાફિકથી મળશે

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button