
મુંબઈ : મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર આજે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પુરઝડપે આવી રહેલા ટ્રકે એક પછી એક 20 થી વધુ વાહનને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 20 થી વધુ લોકો ઘાયલ થવાના અહેવાલ થયા છે. આ અકસ્માત મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ખપોલી નજીક થયો હતો. જયારે અકસ્માતમાં ઘાયલોમાં એક મહિલાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
20 થી વધુ વાહનોને ટક્કર
આ દુર્ઘટનાની મળતી માહિતી મુજબ ટ્રક બ્રેક ફેઈલ થવાને કારણે 20 થી વધુ વાહનોને અથડાયો હતો. આ દુર્ઘટનાથી જાણ થતા જ પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જયારે તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘણા વાહનોને ભારે નુકસાન
આ અકસ્માત ખપોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુંબઈ જતી લેન પર થયો હતો. જેમાં નવી ટનલ અને ફૂડ મોલ વચ્ચે વિવિધ સ્થળોએ ટ્રકથી નુકસાન પામેલા વાહનો જોવા મળી રહ્યા છે. જેમાં ઘણા વાહનોને ભારે નુકસાન થયું છે.
આ અકસ્માત અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, બ્રેક ફેઇલ થતા ડ્રાયવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના લીધે ટ્રક બેકાબુ થયો હતો. જેના પગલે ટ્રકે અનેક વાહનોને ટક્કર મારી હતી.
આ પણ વાંચો…ગૂગલ મેપ્સે અકસ્માત નોતર્યો! નવી મુંબઈમાં ડાયરેકશન ફોલો કરતી મહિલાની કાર ખાડીમાં ખાબકી