મુંબઈ, પુણેના બારમાં દારૂ પીવા જનારાઓ ખાસ વાંચો, હવે આ પુરાવાની જરૂર પડશે
પુણે, મુંબઈ, નાગપુર જેવા મોટા શહેરોમાં દારૂના નશામાં કાર હંકારતા અને અકસ્માત કરતા સગીરોના ઘણા કિસ્સા બહાર આવ્યા છે. એમાં પણ બહુચર્ચિત પૂણે પોર્શ અકસ્માત બાદ સરકારનું નીચા જોણુ થયું છે. પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં પોર્શ કાર ચલાવતા એક સગીર છોકરાએ બે લોકોને કચડી નાખ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં બંનેના મોત થયા હતા. પોલીસ અને પ્રશાસને આ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મીડિયા અને લોકોના આક્રોશને કારણે પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરવી પડી હતી. આ કેસમાંઆ કેસમાં માલેતુજાર સગીરને તેના બ્લડ સેમ્પલ બદલીને બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસ અને વહીવટીતંત્રની આકરી ટીકા થઈ હતી. આમામલા બાદ સરકારે પબમાં પ્રવેશ માટે ઉંમરના માપદંડને કડક બનાવ્યો છે.
હવે બ અને બાર સંચાલકોએ હવે પોતાના કડક નિયમો બનાવ્યા છે. જેના કારણે મુંબઈ અને પુણેમાં દારૂ પીનારાઓ માટે ઉંમરનો પુરાવો જરૂરી રહેશે. બાર અને પબમાં પ્રવેશતા પહેલા વય પ્રમાણપત્ર બતાવવાનું ફરજિયાત રહેશે. બાર અને પબમાં સગીરોના પ્રવેશને રોકવા માટે હવે પ્રવેશદ્વાર પર આઈડી કાર્ડની તપાસ કરવામાં આવશે. વાઇન-બિયર પીવા માટે 21 વર્ષ અને દારૂ પીવા માટે 25 વર્ષની ઉંમર હોવી ફરજિયાત રહેશે. આ નિર્ણય બાદ બાર-પબના માલિકોએ આઈડી દર્શાવ્યા વિના દારૂ ન પીરસવાનો નિર્ણય લીધો છે. મુંબઈ-પુણેમાં આ નિયમનો અમલ શરૂ થઈ ગયો છે.
આ પણ વાંચો : પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરનાં માતા-પિતા સહિત ત્રણ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી
પુણે પોર્શ અકસ્માત કેસમાં સગીર પુત્રના પિતા વિશાલ અગ્રવાલની વધુ મુશ્કેલી વધી છે. વિશાલ વિરુદ્ધ હિંજવડી પોલીસ સ્ટેશનમાં વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. બાવધનની જ્ઞાનસી બ્રહ્મા સોસાયટી દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. 2010માં સોસાયટીમાં કબજો આપવામાં આવ્યો હતો, પણ સોસાયટીમાં સુવિધા, ખાલી જગ્યાઓ, કન્વેયન્સ ડીડ લેટર હજુ સુધી આપવામાં આવ્યા નથી. તેમજ જગ્યાના પુનઃનિર્માણ માટે સોસાયટીની પરવાનગી લેવામાં આવી ન હતી. પોલીસે આ મામલે હવે સગીરના પિતા સામે કેસ નોંધ્યો છે.