મુંબઈમાં ખાડા ભરવાના ખર્ચમાં ૫૦ ટકાનો ઘટાડો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં કરોડો રૂપિયા ખર્ચીને તમામ રસ્તાઓ સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવી રહ્યા છે, છતાં હજી મુંબઈના અનેક રસ્તાઓ હજી પણ રસ્તાઓ પર ખાડા પડી રહ્યા છે અને તેને પૂરવા માટે કરોડો રૂપિયાની જોગવાઈ પાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવો દાવો કર્યો હતો કે મુંબઈના રસ્તાઓ સિમેન્ટ-કૉંક્રીટના બની રહ્યા છે તેથી આ વર્ષે રસ્તા પર ઓછો ખાડા પડયા છે અને ખાડાઓ પૂરવા માટેનો ખર્ચ પણ ૫૦ ટકાથી ઘટી ગયો છે.
નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે મુંબઈના ખાડાઓની ફરિયાદ માટે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. પાલિકાએ દરેક ઝોનમાં સમર્પિત એજન્સી નીમીને ખાડાઓની ફરિયાદ સામે તાત્કાલિક પગલા લઈ રહી છે. દર વર્ષે ખાડા ભરવા માટે જેટલો ખર્ચ થાય છે, તેમાંથી આ વર્ષે ૫૦ ટકા ખર્ચ ઓછો થયો છે. ખાડાની ફરિયાદ માટે ઓનલાઈન પોર્ટલની સાથે જ તપાસ માટે મુંબઈ આઈઆઈટીની સાથે કરાર કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું.