આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈના ડીસીપી સુધાકર પઠારેનું હૈદરાબાદ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ…

મુંબઇ: મુંબઈ પોર્ટ ઝોનના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) સુધાકર પઠારેનું હૈદરાબાદ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પાઠારે શનિવારે બપોરે સંબંધી સાથે કારમાં મંદિરમાં દર્શન કરવા માટે જઇ રહ્યા હતા ત્યારે તેમની કાર એસટી બસ સાથે ટકરાઇ હતી, જેમાં પઠારેના સંબંધીએ પણ જીવ ગુમાવ્યો હતો.

2010 બેચના આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઓફિસર પઠારે હૈદરાબાદમાં ટ્રેનિંગ માટે ગયા હતા. પઠારે તેમના સંબંધી ભાગવત ખોડાકે સાથે શનિવારે બપોરે ઇનોવા કારમાં નંદયાલ જિલ્લાના શ્રીશૈલમ ખાતે મંદિરમાં દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. ત્યારે ઘાટ નજીક તેમની કાર એસટી બસ સાથે ટકરાઇ હતી.

આ અકસ્માતમાં પઠારેના માથામાં, જ્યારે તેમના સંબંધીના પગમાં તથા આંતરિક ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને તપાસી મૃત જાહેર કરાયા હતા. બંનેના મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા, તેલંગણાના કરનૂલના એસપી વૈભવ ગાયકવાડે જણાવ્યું હતું.

મુંબઈ પોલીસે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ દુ:ખદ સમાચાર શૅર કરીને જણાવ્યું હતું કે આજે હૈદરાબાદ નજીક માર્ગ અકસ્માતમાં ડીસીપી પઠારેના અકાળે અવસાનની જાહેરાત કરતા મુંબઈ પોલીસ ખૂબ જ દુખી છે. ડીસીપી પઠારે એક સમર્પિત અધિકારી હતા, જેમણે પ્રતિબદ્ધતા અને પ્રામાણિકતાથી દળની સેવા કરી હતી.

આ પણ વાંચો :કસાબને જીવતો પકડનાર તુકારામ ઓંબલેનું તેમના ગામમાં સ્મારક બનાવવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય…

ટ્વીટમાં આગળ લખ્યું છે કે પોર્ટ ઝોન અને નવી મુંબઈમાં કાયદો-વ્યવસ્થા જાળવવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યુ હતું. તેમના નિધને અમારા રૅન્કમાં એક ઊંડી ખોટ છોડી છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર, મિત્રો અને સાથીઓના દુ:ખમાં સહભાગી છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button