આમચી મુંબઈ

મુંબઈ પોલીસનું ઑપરેશન ઑલ આઉટ: 23 ફરાર આરોપીની ધરપકડ

શહેરમાં ત્રણ કલાકમાં 1,355 વાહનચાલકો સામે કાર્યવાહી: ડ્રન્ક એન્ડ ડ્રાઇવમાં 63 ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: નવા વર્ષના આગમને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ દ્વારા શહેરભરમાં ઑપરેશન ઑલ આઉટ હાથ ધરી 23 ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. શહેરમાં 112 સ્થળે નાકાબંધી કરીને પોલીસે ત્રણ કલાકમાં 1,355 વાહનચાલકો સામે મોટર વેહિકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી, જ્યારે દારૂ પીને વાહન ચલાવનારા 63 જણ પકડાયા હતા.

ઑપરેશન ઑલ આઉટમાં પાંચ રિજન, સ્પેશિયલ બ્રાન્ચ અને લૉ એન્ડ ઓર્ડરના એડિશનલ પોલીસ કમિશનર, 13 ઝોનના ડેપ્યુટી પોલીસ કમિશનર, 41 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને તમામ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર તેમ જ પોલીસ અધિકારીઓ ફરજ પર હતા. મુંબઈમાં 217 સ્થળે કૉમ્બિંગ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 23 ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 77 બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કરવામાં આવ્યા હતા. શહેરમાંથી તડીપાર કરવામાં આવ્યા છતાં પરવાનગી વિના મુંબઇમાં પાછા ફરેલા 50 આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે ગેરકાયદે શસ્ત્રો રાખવા પ્રકરણે 49 સામે કાર્યવાહી કરાઇ હતી.

શહેરમાં 112 સ્થળે નાકાબંધી દરમિયાન 7,964 ટૂ વ્હીલર, ફોર વ્હીલરની તપાસણી કરવામાં આવી હતી, જેમાંથી 1,355 વાહનચાલકો સામે મોટર વેહિકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરાઇ હતી, જ્યારે હેલ્મેટ પહેર્યા વિના ટૂ વ્હીલર ચલાવનારા 1,806 ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

દરમિયાન 217 સ્થળે કૉમ્બિંગ ઑપરેશન હાથ ધરીને પોલીસે રેકોર્ડ પરના 614 આરોપી તપાસ્યા હતા, જેમાંથી 90 સામે કાર્યવાહી કરાઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker