મુંબઈગરાઓ સાવધાનઃ આજથી જો આવા ગીત વગાડ્યા છે તો આવી બનશે…

મુંબઈઃ આવતીકાલે એટલે કે 13મી માર્ચે હોલિકાદહન અને 14મી માર્ચે રંગોત્સવ ઉજવવા આખો દેશ તૈયાર છે. દેશના વિવિધભાગોમાં હોળી અલગ અલગ રીતે ઉજવાય છે અને ઘણી જગ્યાએ રંગોત્સવ એકાદ સપ્તાહ માટે મનાવાઈ છે. મુંબઈમાં પણ લોકો ઉત્સાહભેર હોળી મનાવે છે. આવતીકાલે જાહેર રજા હોવાથી તહેવારની ઉજવણી કંઈક અલગ જ હોય છે.
Also read : Good News: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે મિસિંગ લિંકનું ઓગસ્ટ સુધી થશે પૂરું…
બીજી તરફ મુસ્લિમોનો પવિત્ર માસ રમઝાન ચાલી રહ્યો છે. તહેવારોમાં રંગમાં ભંગ ન પડે અને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે મુંબઈ પોલીસે ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે અને લોકોને પહેલેથી જ માર્ગદર્શિકા આપી છે. આ ઓર્ડર 12 માર્ચ 2025 એટલે કે આજથી 18 માર્ચ 2025 સુધીનો રહેશે.

શું છે નિયમો અને ભંગ કર્યો તો શું છે સજા
મુંબઈના પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં જાહેર નોટિસ જારી કરવામાં આવી છે.
આ મુજબ અશ્લીલ શબ્દોવાળા ગીતો ગાવા પર પ્રતિબંધ રહેશે. ડીજે પર ગમે તે ગીત વગાડી શકશો નહીં. અશ્લીલ ગીતો વગાડશો નહીં. હોળી રમો ત્યારે ગમે તેના પર રંગ ઉડાશો નહીં. અજાણ્યાઓ પર કલર કે પાણી કે ફૂગ્ગાઓ ફેંકનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે મુંબઈ પોલીસે એવું કંઈ ન કરવાની સલાહ આપી છે જેનાથી સમાજમાં વિખવાદ થાય.
સમાન્ય રીતે 14મી માર્ચે રંગોત્સવ ઉજવાશે. જાહેર સ્થળોએ રંગીન પાણીનો આડેધડ છંટકાવ અને અશ્લીલતાથી કોમી તણાવ ઊભો થવાની સંભાવના છે, આ સાથે લોકોને અડચણ ઊભી થાય અને અશાંતિ ફેલાય છે. અહીંયા અશ્લીલ સાથે કોઈની ભાવનાને ઠેસ પહોંચે તેવા કોઈ સૂત્રોચાર ન કરવા પર પણ ધ્યાન આપવા પોલીસે કહ્યું છે. આવા પ્રકારના ચિત્રો કે પ્લેબોર્ડ વગેરેનો પણ ઉપયોગ ન કરવાની તાકીદ કરી છે. તમારી ઉજવણીથી બીજાને કોઈજાતની તકલીફ ન પહોંચે તેનું ધ્યાન રાખવા મુંબઈ પોલીસે ખાસ સૂચનો કર્યા છે.
જે કોઈ આદેશનું ઉલ્લંઘન કરે છે અથવા આદેશનું ઉલ્લંઘન કરવામાં મદદ કરે છે તેને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ, 1951ની કલમ 135 હેઠળ શિક્ષા કરવામાં આવશે. આ ઓર્ડર તારીખ 12 માર્ચ 2025 00.01 થી તા. 18 માર્ચ 2025 ના રોજ 24.00 કલાક સુધી લાગુ રહેશે, તેમ પોલીસે જણાવ્યું હતું. આ સાથે પરવાનગી વગર કોઈએ વૃક્ષો તોડવા નહીં. જો તોડવામાં આવશે તો દંડ ફટકારવામાં આવશે.
Also read : મહારાષ્ટ્ર બજેટ 2025-26 જનકલ્યાણ યોજનાઓના બોજ હેઠળ…
પોલીસે પોતાની રીતે નિયમો જાહેર કર્યા છે, પરંતુ આપણે સૌ પોતે જ આપણી જવાબદારી સમજી તહેવારોની ઉજવણી પ્રેમભાવથી કરીએ અને કોઈને ન નડીએ તેની તકેદારી રાખવાની છે.