અંધેરી, ધારાવી અને બાન્દ્રામાં શુક્ર અને શનિએ ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રહેશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કે-પૂર્વ, એચ-પૂર્વ અને જી-ઉત્તર વોડમાં મોટા આકારની પાઈપલાઈનનું જોડાણનું કામ હાથમાં લેવામાં આવવાનું છે. આ કામ શુક્રવાર, ૧૨ ડિસેમ્બરના સવારના નવ વાગ્યાથી શનિવાર, ૧૩ ડિસેમ્બર, ૨૦૨૫ના સવારના નવ વાગ્યા સુધી કુલ ૨૪ કલાક ચાલવાનું છે. તેથી આ સમયગાળા દરમ્યાન અંધેરી, ધારાવી અને બાન્દ્રાના અમુક વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે. તો અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.
કે-પૂર્વ, એચ-પૂર્વ અને જી-ઉત્તર વોર્ડમાં વિવિધ ઠેકાણે ૧,૮૦૦ મિલીમીટર વ્યાસની તાનસા પશ્ર્ચિમ પાઈપલાઈન, ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈન અને ૨,૪૦૦ મિ.મી. વ્યાસની વૈતરણા પાઈપલાઈન તેમ જ જી-ઉત્તર વોર્ડમાં ૧,૫૦૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈનનું જોડાણનું કામ શુક્રવાર સવારથી શનિવાર સવારના ૨૪ કલાક સુધી ચાલવાનું છે. તેથી અનેક વિસ્તારોમાં પાણીપુરવઠા બંધ રહેશે તો અમુક વિસ્તારોમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.
શુક્રવારે ધારાવીમાં જસ્મિન મીલ રોડ, માટુંગ લેબર કોલોની, સંત રોહિદાસ રોડ, સિકસ્ટી ફૂટ રોડ, નાઈન્ટી ફૂટ રોડ, એમ.પી. નગર, મહાત્મા ગાંધી રોડ, માહિમ ફાટક, એ.કે.જી. નગર, કોલડોંગરી, જૂન પોલીસ ગલી, મોગરપાડા પ્રભાત કોલોની, સીએસટી રોડ, કલીના વિસ્તાર, સુંદર નગર, યશંવત નગર, તીનબંગલા, ખેરવાડી, બેહરામ નગર, નવપાડા, બાન્દ્રા પૂર્વની સરકારી કોલોનીમાં પાણીપુરવઠો બંધ રહેશે.
શનિવારે વિજય નગર-મરોલ, મિલીટ્રી રોડસ, ગાંવદેવી, મરોલ વિલેજ, ચર્ચ રોડ, હિલ વ્યુ સોસાયટી, ભંડારવાડા, ઈન્ટરનેશનલ ઍરપોર્ટ એરિયા, સિપ્ઝ, મુલગાંવ ડોંગરી, એમઆઈડીસી રોડ નંબર એકથી ૨૩, ટ્રાન્સ અપાર્ટમેન્ટસ કોંડિવિટા, મહેશ્ર્વરી નગર, ઉપાધ્યાય નગર, દુર્ગાપાડા, ચકાલા, માલપા ડોંગરી એક અને બે, હનુમાન નગર, મોટા નગર, શહીદ ભગતસિંહ કોલોની, એરપોર્ટ વિસ્તાર, મરોલ ઈન્ડસ્ટ્રિયલ એરિયા, કબીર નગર, બામણવાડા, પારસીવાડા, બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ, મોતિલાલ નગર, અગ્રીપાડા, પાણીપુરવઠો બંધ રહેશે.
આ પણ વાંચો…મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી: મુંબઈની નવ વિધાનસભામાં મહિલાઓનું રાજ



