આમચી મુંબઈ

Good News: હવે નોન-એસી લોકલ ટ્રેનમાં હશે ઓટોમેટિક ડોર, ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ થશે

Good News: હવે નોન-એસી લોકલ ટ્રેનમાં હશે ઓટોમેટિક ડોર, ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ થશે

મુંબઈ: મુંબઈગરાઓની જીવાદોરી સમાન લોકલ ટ્રેન ઘણા મુસાફરો માટે જીવલેણ સાબિત થાય છે. તેના ઉપાય માટે રેલવે વહીવટીતંત્રે ઓટોમેટિક દરવાજાવાળી નોન-એસી લોકલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો હતો. હવે આ પ્રકારની પ્રથમ લોકલ ટ્રેન તૈયાર કરવામાં આવી છે, અને તેના ટ્રાયલ રન ટૂંક સમયમાં શરૂ થશે.

સેન્ટ્રલ રેલવે મુંબઈમાં ઓટોમેટિક ક્લોઝિંગ દરવાજા સાથેની પહેલી નોન-એસી લોકલ શરૂ કરવા જઈ રહી છે, જે મુંબઈના ઉપનગરીય રેલવે નેટવર્ક પર મુસાફરોની સલામતીમાં મોટો ફેરફાર લાવે તેવી શક્યતા છે. ઓટોમેટિક દરવાજાવાળી આ નોન-એસી લોકલનું સીએસએમટી થી કલ્યાણ રૂટ પર પરીક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે, જે મુંબઈના ઉપનગરીય રેલવેના સૌથી વ્યસ્ત રૂટમાંનો એક છે.

આ પણ વાંચો : મુંબઈની લોકલ ટ્રેનોમાં લાગશે ‘ઓટોમેટિક ક્લોઝ ડોર’: રેલવે અકસ્માતો ઘટાડવા નવતર પ્રયોગ હાથ ધરાયો

ટ્રાયલ દરમિયાન દરવાજાની કામગીરી, વેન્ટિલેશન સિસ્ટમ, મુસાફરોની અવરજવર અને ભીડના સમયે એકંદર મુસાફરીની સ્થિતિ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ ટ્રાયલથી મેળવેલા અનુભવના આધારે, અન્ય રૂટ પર સમાન લોકલ ટ્રેનો શરૂ કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.

મુમ્બ્રામાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફરી અન્ય સ્થળે ન ઘટે એ માટે ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમને એક મહત્વપૂર્ણ અને શક્ય ઉકેલ તરીકે ગણવામાં આવી રહી છે. અહીં એ જણાવવાનું કે મુંબઈ સબર્બન રેલવેમાં ગયા વર્ષે વિવિધ પ્રકારના રેલ અકસ્માતમાં 2,200 લોકોનાં મોત થયાના અહેવાલ હતા. વધતા અકસ્માતને કારણે રેલવે પ્રશાસન વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે, જે પૈકી ઓટોમેટિક ક્લોઝ ડોરનો પણ સમાવેશ થાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button