Mumbai Nashik હાઇ-વે પર મુસાફરી કરનારા લોકોને વર્ષ ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે નહીં | મુંબઈ સમાચાર

Mumbai Nashik હાઇ-વે પર મુસાફરી કરનારા લોકોને વર્ષ ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે નહીં

મુંબઈઃ થાણે જિલ્લામાં વાહનવ્યવહારના દ્રષ્ટિકોણથી મહત્ત્વ ધરાવતા મુંબઈ – નાશિક હાઇ-વે (Mumbai Nashik Highway) પર માજીવડાથી વડપે સુધીના 24 કિલોમીટર લંબાઈના પ્રોજેક્ટનું કામ 60 ટકા પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2024માં પૂરો થવાની ધારણા હતી. આ કામગીરી પૂરી થતા એક વર્ષ લાગવાનું હોવાથી હજુ પણ ટ્રાફિકજામની સમસ્યા ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

જોકે, હવે આ પ્રોજેક્ટ મે 2025 સુધીમાં તૈયાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પ્રોજેક્ટનું કામ લંબાઈ જવાને કારણે આ માર્ગ પર હજી એક વર્ષ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે.

મુંબઈ – નાશિક હાઇ-વે વાહનવ્યવહારની દ્રષ્ટિએ મહત્ત્વનો છે. અહીંથી દરરોજ હળવા વાહનો સહિત ઉરણ જેપીટીથી નીકળતા ભારે અને અતિ ભારે વાહનોની આવન જાવન પણ આ જ માર્ગ પરથી થતી હોય છે. આ માર્ગ હાઇ-વે હોવા છતાં અનેક ઠેકાણે સાંકડો છે. વળી, રસ્તા પણ બિસ્માર અવસ્થામાં છે. આ રસ્તો રાષ્ટ્રીય મહામાર્ગ પ્રાધિકરણના અખ્તયારમાં આવે છે.

પ્રાધિકરણ દ્વારા આ રસ્તાનું સમારકામ નહોતું થઈ રહ્યું હોવાથી ચોમાસામાં માજીવડા, સાકેત, ખારેગાવ, ભિવંડી વગેરે વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાડા પડી જતા હતા અને તેને કારણે ઘણા અકસ્માત પણ થયા હતા. એની ટીકા થવાથી રાજ્ય માર્ગ વિકાસ મંડળે માજીવડાથી વડપે સુધીના રસ્તાનું કામ 2021થી હાથ ધર્યું હતું.

આ પ્રોજેક્ટ 24 કિલોમીટર લંબાઈનો છે. આ જ માર્ગ સાથે સમૃદ્ધિ હાઇવે જોડવામાં આવશે. પરિણામે ભવિષ્યમાં મોટા પ્રમાણમાં વાહનોની આવન જાવન થશે.

Also Read –

સંબંધિત લેખો

Back to top button