રાતના અંધારામાં મીઠી નદી પરિસરમાં કચરો ડમ્પ કરનારા સામે સુધરાઈની કાર્યવાહી...

રાતના અંધારામાં મીઠી નદી પરિસરમાં કચરો ડમ્પ કરનારા સામે સુધરાઈની કાર્યવાહી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ખારથી મીઠી નદીના પરિસરમાં આવેલી કચરાપેટીમાં સતત બે દિવસ સુધી મોડી રાતના કચરો ઠાલવી જનારા કેટરર્સને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ સુધરાઈ દ્વારા ફટકારવામાં આવ્યો છે. એક જ ઠેકાણે મોટા પ્રમાણમાં (બ્લક વેસ્ટ જનરેટર) કચરાનું નિર્માણ કરનારા અને અન્ય ઠેકાણે ગેરકાયદે રીતે કચરાનો નિકાલ કરનારી વ્યક્તિ, વ્યવસાયિક અથવા કૉન્ટ્રેક્ટર તેમ જ એસ્ટાબ્લિસમેન્ટ વિરુદ્ધમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત સાકીનાકામાં મીઠી નદી પરિસરમાં રહેલી કચરા પેટીમાં બહારના વિસ્તારમાંથી ૩૦થી ૩૧ જુલાઈ ૨૦૨૫ના દરમ્યાન મોડી રાતના સમયે મોટા પ્રમાણમાં કચરો ફેંકનારા ‘ધ ગૌરવ કેટરર્સ’ સામે પાલિકાના ‘એલ’ વોર્ડ દ્વારા કાર્યવાહી કરીને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ અગાઉ ‘એલ’ વોર્ડના અધિકારીઓને આ બાબતની માહિતી મળી હોવાથી તેમણે નજર રાખીને સંબંધિત એસ્ટાબ્લિશમેન્ટ વિષયમાં માહિતી મેળવી હતી અને ત્યારબાદ કેટરર્સની ઓફિસમાં જઈને તેમની સામે કાર્યવાહી કરી હતી.
તેમ જ એક સ્થળનો કચરો બીજા સ્થળે જઈને ફેંકનારા સાત એસ્ટાબ્લિશમેન્ટ સામે ‘એલ’ વોર્ડ દ્વારા ૧૨ જૂન, ૨૦૨૫થી અત્યાર સુધી ૬૫,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

જેમાં ઘોડબંદર રોડ, થાણેની આઈડીએફસી બેન્ક લિમિટેડ, મરોલની અશોક ટાવર હાઉસિંસ સોસાયટી, વિક્રોલી (પશ્ર્ચિમ)ની એચડીએફસી બેન્ક, કુર્લામાં ટેક્સીમેન તેમ જ સિમરન હાઉસિંગ સોસાયટી તેમ જ બ્રાહ્મણવાડીની ગોદાવરી હાઉસિંગ સોસાયટી અને ઈમ્તિયાઝ લાઈન ડેપોનો સમાવેશ થાય છે. આ એસ્ટાબ્લિશમેન્ટને કાયદેસરની નોટિસ બજાવ્યા બાદ તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

‘સ્વચ્છ અને સુંદર મુંબઈ’ અંતર્ગત પાલિકા દ્વારા બ્લક વેસ્ટ જનરેટર અને મોડી રાતના ગેરકાયદે રીતે અન્ય વિસ્તારમાં કચરો ફેંકી આવનારી વ્યક્તિ, કૉન્ટ્રેક્ટરો અને એસ્ટાબ્લિશમેન્ટ સામે આકરા પગલા લેવામાં આવી રહ્યા છે. આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ ટીમની નિમણૂક પણ કરવામાં આવી હોવાનું એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button