આમચી મુંબઈ
વાહ! અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી (વેસ્ટ)માં જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદે રીતે બેસતા ફેરિયાઓ સામે મુંબઈ મહાનગરપાલિકાએ આકરી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આગામી દિવસોમાં ૧૪થી વધુ સ્થળોને ફેરિયામુક્ત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
અંધેરી (વેસ્ટ)માં છેલ્લા બે દિવસથી ૧૪થી વધુ સ્થળો પર ગેરકાયદે રીતે અંડિગો જમાવી બેસી ગયેલા ફેરિયાઓ સામે પાલિકા કાર્યવાહી કરી રહી છે. ગેરકાયદે ફેરિયા અને અતિક્રમણ હટાવવાની ઝુંબેશ સુધરાઈએ ચલાવી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતી વૃદ્ધ દંપતી અને તેમની પુત્રીની હત્યા કરનારો ઉત્તર પ્રદેશમાં પકડાયો
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ અંધેરી (વેસ્ટ)માં એસ.વી.રોડ, અંધેરી સ્ટેશન પરિસર, સીડી બર્ફીવાલ રોડ, એન. દત્ત એપ્રોચ રોડ સહિત કુલ ૧૪ ઠેકાણે બેસેલા ફેરિયાઓને હટાવવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે