પંદર વર્ષની સગીરા પર ગુજાર્યો સામૂહિક બળાત્કાર: પાંચ વિરુદ્ધ ગુનો | મુંબઈ સમાચાર

પંદર વર્ષની સગીરા પર ગુજાર્યો સામૂહિક બળાત્કાર: પાંચ વિરુદ્ધ ગુનો

મુંબઈ: પંદર વર્ષની સગીરા પર છેલ્લા ત્રણ મહિનામાં પાંચ નરાધમે અનેકવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના મધ્ય મુંબઈમાં બની હતી.

કાલાચોકી વિસ્તારમાં બનેલી આ ઘટના સંદર્ભે પોલીસે રવિવારે પચીસ વર્ષના યુવકની ધરપકડ કરી હતી, જ્યારે ચાર સગીરની અટકાયત કરાઇ હતી.

આ પણ વાંચો: થાણેમાં 13 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર: બે આરોપીને 10 વર્ષની કેદ

આ ઘટના રવિવારે વહેલી સવારે પ્રકાશમાં આવી હતી. એક આરોપીની ગર્લફ્રેન્ડ વહેલી સવારના પીડિતાના ઘરે ગઇ હતી અને પોતાના બોયફ્રેન્ડ સાથે રહેલા પીડિતાના સંબંધ વિશે પૂછપરછ કરી હતી. પીડિતાનાં માતા-પિતાએ બાદમાં તેનો મોબાઇલ તપાસ્યો હતો, જેમાં આરોપી સાથેના તેના શારીરિક સંબંધ વિશે કેટલાક વીડિયો અને મેસેજ મળી આવ્યા હતા.

દરમિયાન પીડિતાનાં માતા-પિતાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ચાર સગીર સહિત પાંચ જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરી તપાસ આદરી હતી.

(પીટીઆઇ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button