આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તાર માટે રૂ. 2.5 લાખ કરોડના પ્રોજેક્ટને નિર્ધારિત મુદતમાં પૂરા કરો: એકનાથ શિંદે

ઓથોરિટીની 158મી બેઠકમાં લેવાયા પાંચ મહત્ત્વના નિર્ણય

મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની 158મી બેઠક મંગળવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ પ્રસંગે બેકબે રિક્લેમેશન ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન, બદલાપુરથી વિરાર-અલીબાગ મલ્ટિમોડલ કોરિડોર એક્સેસ કંટ્રોલ્ડ હાઇવે માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક જેવા પ્રોજેક્ટને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંજૂરી આપી હતી.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે એમએમઆરડીએના માધ્યમથી લગભગ અઢી લાખ કરોડના વિકાસ કામો જે ચાલી રહ્યા છે અને તેને નિર્ધારિત સમય મર્યાદામાં પૂરા કરવા.

રાજ્યના મુખ્ય સચિવ સુજાતા સૌનિક, મુંબઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઑથોરિટીના મેટ્રોપોલિટન કમિશનર સંજય મુખર્જી અને અન્ય અધિકારીઓની હાજરીમાં સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં બેકબે રિક્લેમેશન સ્કીમ માટે સુધારિત વિકાસ યોજના રજૂ કરવામાં આવી હતી. દરિયાકિનારા અને મેન્ગ્રોવ્સ જેવી કુદરતી સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપીને વિસ્તારને નિવાસી અને વ્યાવસાયિક વિસ્તારોમાં વિભાજિત કરશે. આ વિસ્તારમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ‘મરિના’ પ્રવાસન પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં નાની હોડીઓ અને યાટ માટે ખાસ બંદર બનાવવામાં આવશે. આ સુધારિત ડ્રાફ્ટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો અને નાગરિકોના સૂચનો માટે પ્રકાશિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

કલ્યાણ, ડોમ્બિવલી, ઉલ્હાસનગર, અંબરનાથ અને બદલાપુર શહેરોને મુંબઈ અને નવી મુંબઈ સાથે સીધા જોડવા માટે ક્ધસલ્ટન્ટ દ્વારા તૈયાર કરાયેલા રૂ. 10,833 કરોડના બદલાપુરથી વિરાર-અલીબાગ મલ્ટિમોડલ કોરિડોર એક્સેસ કંટ્રોલ્ડ હાઈવે પ્રોજેક્ટની પ્રારંભિક ડિઝાઈન રિપોર્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ મલ્ટિમોડલ કોરિડોર પ્રોજેક્ટ માટે સર્વાંગી પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરવા માટે પણ આ પ્રસંગે મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠકમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ની ઓફિસને બાંદ્રા કુર્લા સંકુલના જી-બ્લોકમાં પ્લોટની ફાળવણીને પણ મંજૂરી આપવામાં આવી હતી. મુંબઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીની મુંબઈ મેટ્રોપોલિટન રિજન માટે નીતિ આયોગ અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલ આર્થિક માસ્ટર પ્લાનના અમલીકરણ માટે પ્રોજેક્ટ અમલીકરણ સત્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…