નવી મેટ્રોના ‘ધાંધિયા’: સહાર રોડ સ્ટેશન નજીક મેટ્રો ખોટકાઈ, પ્રવાસીઓમાં નારાજગી…
મુંબઈ: મુંબઈગરાની જાહેર પરિવહન સેવાને સુધારવા માટે પ્રશાસન દ્વારા એક પછી એક મેટ્રો લાઈનને શરુ કરી રહી છે, ત્યારે હમણા ચાલુ કરવામાં આવેલી મેટ્રો થ્રી માટે ચોંકાવનારા સમાચાર છે. ઉદ્ધાટન પછીના સોમવારે મેટ્રો શરુ કરવામાં આવ્યા પછી મેટ્રોમાં ટેક્નિકલ સમસ્યા ઊભી થયા પછી ફરી એક વાર આજે મેટ્રો ખોટકાતા પ્રવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : નવરાત્રિમાં Central Railwayએ હાથ ધરી ખાસ ડ્રાઈવ, કરી લાખોની કમાણી…
મેટ્રો શરુ કર્યાના ત્રીજા દિવસ દરમિયાન સહાર રોડ સ્ટેશન ખાતે તેની ઑટોમેટિક ડોર ક્લોઝર સિસ્ટમમાં ખામી ઊભી થતા પ્રવાસીઓ હેરાન થયા હતા. બુધવારે સવારે આશરે સાડ નવ વાગ્યાના સુમારે ટેકનિકલ ખામી ઊભી થઈ હતી, પરિણામે નાગરિકોના ઓફિસનો અને કામે જવાનો સમય હોય એ જ સમયે મેટ્રો ખોટકાઇ જતા પ્રવાસીઓ રોષે પણ ભરાયા હતા.
શા માટે મોડું થઇ રહ્યું છે તેની જાણકારી કે ક્યારે મેટ્રો શરૂ કરાશે તેની માહિતી આપવામાં ન આવી હોવાથી લોકોનો રોષ ભભૂક્યો હતો. પ્રવાસીઓએ જણાવ્યા મુજબ ફક્ત સેવામાં વિલંબ બદલ માફી માગવાની એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી હતી, પરંતુ તે સિવાય કોઇ પણ માહિતી પૂરી પાડવામાં આવી રહી નહોતી.
અનેક પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પ્રશાસનનું ધ્યાન દોરીને પોસ્ટ પણ શેર કરી હતી. એક યૂઝરે તો ફોટોગ્રાફ પણ શેર કર્યા હતા અને મેટ્રો સર્વિસ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
Not a pleasant experience on the new Aqua line: 1) Technical snag door closure at multiple stations. 2) 'Turnstile communication error' at AFC gate & Paint chipped off Dirty escalators with multiple places chipped off on rubber railing at Sahar Road @MMRDAOfficial @MumbaiMetro3 pic.twitter.com/EdPLy8Ijjx
— jeff miranda (@jeffmiranda_IN) October 9, 2024
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન(એમએમઆરસી)એ પણ આ બાબતે કોઇ સત્તાવાર વિગત આપી નહોતી. ઉલ્લેખનીય છે કે આ મેટ્રો સેવા શરૂ થયાને હજી ત્રણ જ દિવસ થયા છે અને તેમાં પણ સવારે કામે જવાના સમયે પ્રવાસીઓએ ત્રીસથી પાત્રીસ મિનિટ ઊભા રહેવું પડ્યું હોવાના કારણે તે ખૂબ નારાજ થયા હતા.
રવિવારે ‘એક્વા લાઇન’ તરીકે ઓળખાતી અને જેનું હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમાં પ્રવાસ કરીને ઉદ્ઘાટન કર્યું હતું.