મેટ્રો બની મુંબઈગરાની નવી લાઇફલાઇન! એક જ દિવસમાં ૩,૩૪,૭૬૬ લોકોએ મેટ્રોમાં પ્રવાસ કર્યો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મેટ્રો બની મુંબઈગરાની નવી લાઇફલાઇન! એક જ દિવસમાં ૩,૩૪,૭૬૬ લોકોએ મેટ્રોમાં પ્રવાસ કર્યો

(અમારા પ્રતિનિધી તરફથી)

મુંબઈ
:ગુરુવારે, ૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ, મહા મુંબઈ મેટ્રો લાઇન ટુ એ અને સાત પર ૩,૩૪,૭૬૬ મુંબઈવાસીઓ મુસાફરી કરી હતી, જે અત્યાર સુધીની એક દિવસમાં સૌથી વધુ પ્રવાસીઓએ મુસાફરી માનવામાં આવે છે.

૧૮ જૂન, ૨૦૨૫ થી અત્યાર સુધીમાં પ્રવાસીઓએ રેકોર્ડ ૧૩ વખત તોડી નાખ્યા હોવાનો દાવો એમએમઆરડીએ કર્યો હતો. તે ઉપરાંત, વોટ્સએપ ટિકિટ વેચાણમાં પણ એક ૭૩,૦૪૪ ટિકિટ સાથે નવો રેકોર્ડ કર્યો હતો. મહા મુંબઈ મેટ્રો વોટ્સએપ દ્વારા મેટ્રો ટિકિટ વેચવામાં ભારતમાં મેટ્રો સિસ્ટમ્સમાં અગ્રેસર છે.

આ પણ વાંચો: મુંબઈ મેટ્રો 4: સપ્ટેમ્બરમાં ટ્રાયલ રન, મીરા-ભાઈંદર સુધીની મુસાફરી થશે સરળ

હાલમાં, મેટ્રોના 67% થી વધુ મુસાફરો ડિજિટલ, પેપરલેસ ટિકિટનો વિકલ્પ પસંદ કરીને પેપરલેસ મુસાફરી કરી રહ્યા છે, જ્યારે 22% મુસાફરો WhatsApp ટિકિટિંગનો ઉપયોગ કરી રહ્યા છે.

પહેલી ૧ જુલાઈ, ૨૦૨૫ થી પ્રવાસીઓમાં ૧૨% નો વધારો થયો છે.

૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ – ૩,૩૪,૭૬૬ મુસાફરો (નવો રેકોર્ડ )

૧૩ ઓગસ્ટ – ૩,૨૬,૫૯૩
૧૨ ઓગસ્ટ – ૩,૨૫,૬૫૨
૧ ઓગસ્ટ – ૩,૨૧,૧૯૨
૧૬ જુલાઈ – ૩,૧૨,૩૭૧
૮ જુલાઈ – ૩,૦૧,૧૨૯
૧ જુલાઈ – ૨,૯૭,૯૬૨

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button