આમચી મુંબઈ

મુંબઈ મેટ્રો વન ટિકિટ હવે ઉબર એપ પર ઉપલબ્ધ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈગરા માટે મેટ્રો રેલનો પ્રવાસ વધુ સ્માર્ટ અને સુવિધાજનક થવાનો છે. મુંબઈ મેટ્રો વનની ટિકિટ હવે ઉબર એપ દ્વારા સીધી બુક કરી શકાશે. આ સુવિધાની સાથે જ મેટ્રો વનમાં પ્રતિદિન પ્રવાસ કરનારા લાખો પ્રવાસીઓને રાહત મળશે.

આ પણ વાંચો : મુંબઈ મેટ્રો-3 પ્રવાસીઓ માટે ખુશખબર: હવે ટિકિટ વિન્ડોની ઝંઝટ નહીં, WhatsApp પર મળશે મેટ્રો ટિકિટ!

મુંબઈ મેટ્રો વનની જાહેરાત મુજબ ઉબર એપના સહયોગ સાથે રાઈડર્સ હવે તે જ એપ્લિકેશનમાં તેમની મેટ્રો મુસાફરીનું આયોજન, બુકિંગ અને ચૂકવણી કરી શકશે. એપના માધ્યમથી ટિકિટ બુક કરવાથી ટિકિટ બારી પર લાઈનમાં ઊભા રહેવાની સમસ્યાથી છૂટકારો મળશે અને સમયની બચત થશે. ઉબર એપના માધ્યમથી ટેક્સી, ઓટોની સાથે જ હવે મેટ્રો વનની ટિકિટ પણ બુક કરી શકાશે

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button