Metro માં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, જાણી લેશો તો…

મુંબઈઃ મુંબઈ લોકલની સાથે સાથે મેટ્રો પણ હવે ધીરે ધીરે મુંબઈગરાની ફેવરેટ બની રહી છે. હવે મેટ્રો- 2એ અને મેટ્રો-7માં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મુંબઈગરાનો પ્રવાસ સુખદ બનાવવા માટે દહીંસર-અંધેરી વેસ્ટે મેટ્રો-2એ અને દહીંસર-ગુંડવલી વચ્ચે દોડતી મેટ્રો-7 રૂટ એમએમઆરડીએ અને એમએમએમઓસીએલ પર સર્વિસ વધારવાનો નિર્યણ લીધો છે. ચાલો જાણીએ કેટલી સર્વિસ વધારાશે અને પ્રવાસીઓને કઈ રીતે રાહત મળશે-
મેટ્રો 2એ અને મેટ્રો-7 આ બંને રૂટ ઉપનગરમાં રહેતાં લોકો માટે ખૂબ જ જરૂરી છે. આ રૂટ પર પ્રવાસીઓ કરનારા પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. જ્યારથી આ મેટ્રો લોન્ચ કરવામાં આવી છે ત્યારે દિવસમાં માત્ર 30,000 પ્રવાસીઓ પ્રવાસ કરતાં હતા, પણ 2024થી આ સંખ્યા વધતી ગઈ. હવે આ રૂટ પર દિવસના અઢીથી ત્રણ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે.
બંને રૂટ પર પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લેતાં એમએમઆરડીએ અને એમએમએમઓસીએલ દ્વારા વધુને વધુ પ્રવાસીઓનો સમાવેશ કરી શકાય એ માટે નવા રેક સર્વિસમાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે બે રેક ભીડના સમયે દોડાવીને એક્સપરિમેન્ટ પણ કરવામાં આવ્યો અને આ પ્રયોગ સફળ થતાં જ આ રૂટ પણ ત્રણ નવી ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એમએમએમઓસીએલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ નવી ત્રણ સર્વિસ બુધવારના એટલે કે આવતીકાલે સવારથી સેવામાં રજૂ કરવામાં આવશે. હાલમાં આ રૂટ પર 21 ટ્રેન દોડાવવામાં આવે છે, પણ હવે એની સંખ્યા વધીને 24 જેટલી થઈ જશે. ત્રણ નવી ગાડી દેખલ થયા બાદ મેટ્રો-2એ અને મેટ્રો 7 રૂટ પર 21 સર્વિસ વધશે. હાલમાં આ રૂટ પર દિવસમાં મેટ્રોની 284 સર્વિસ દોડાવવામાં આવે છે અને બુધવારથી આ સંખ્યા વધીને 305 જેટલી થઈ જશે.
બુધવારથી જ ભીડના સમયે મેટ્રોની ફ્રિક્વન્સી સુધરશે. ભીડના સમયે 6.35 મિનિટને બદલે 5.50 મિનિટ જેટલી થઈ જશે. બુધવારથી આ બંને રૂટ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓનો પ્રવાસ આરામદાયક બનશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.