આમચી મુંબઈ

મુંબઈ મેટ્રો લાઇન 4: થાણેથી વડાલા સુધીની મેટ્રો 2026 થી તબક્કાવાર શરૂ થશે, જાણો રૂટ…

મુંબઈઃ મુંબઈ મેટ્રોનું નેટવર્ક હવે એમએમઆર (મુંબઈ મેટ્રોપોલિટન રિજન) સિવાય થાણે, મીરારોડ અને ભાયંદર જેવા દૂરના પરાઓ સુધી વિસ્તરી રહ્યું છે. મુંબઈ અને થાણે વચ્ચે દરરોજ મુસાફરી કરતા લાખો મુસાફરો માટે એક રાહતના સમાચાર છે. રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે સંકેત આપ્યો છે કે મેટ્રો લાઇન 4 અને 4A 2026થી તબક્કાવાર શરૂ કરવામાં આવશે. જે ટ્રાફિક જામ, ભીડવાળી લોકલ ટ્રેનો અને સમયનો બગાડ સહન કરતા લોકો માટે વરદાન રૂપ બનશે.

મેટ્રો લાઈન 4 વડાલા, વિક્રોલી, ભાંડુપ, મુલુંડ અને થાણેના કાસરવડવલી, ઘોડબંદર રોડ અને ગાયમુખને જોડશે. હાલમાં, આ સમગ્ર રૂટ પર રોડ અને લોકલ ટ્રેનમાં ભારે ભીડ હોય છે. મેટ્રો શરૂ થયા પછી, મુસાફરી આરામદાયક બનશે સાથે મુસાફરીનો સમય પણ નોંધપાત્ર રીતે ઓછો થશે.

આ મેટ્રો પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. પહેલો અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો થાણે શહેરને જોડે છે. કેડબરી જંકશનથી ગાયમુખ સુધીના આશરે 10.5 કિલોમીટરના રૂટને પહેલા કાર્યરત કરવામાં આવશે. તે માર્ચ 2026 સુધીમાં મુસાફરો માટે શરુ થવાની અપેક્ષા છે. આ તબક્કામાં કાસરવડવલીથી ગાયમુખ સુધી મેટ્રો લાઇન 4A નું વિસ્તરણ પણ સામેલ હશે.

પ્રથમ તબક્કાની શરૂઆતના લગભગ છ મહિના પછી, ગાયમુખથી વિક્રોલીના ગાંધી નગર સુધીના આશરે 10 કિમીના રૂટને શરૂ કરવાની યોજના છે. આનાથી થાણે અને મધ્ય મુંબઈના ઉપનગરો જોડાશે. ત્યારબાદ અંતિમ તબક્કામાં વિક્રોલીથી વડાલા સુધી મેટ્રો સેવા શરુ થશે.

સમગ્ર મેટ્રો પ્રોજેક્ટ 2027 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલ ચૂંટણી આચારસંહિતાના કારણે થોડા સમય માટે કામ ધીમું હતું, પરંતુ હવે તમામ અવરોધો દૂર થઈ ગયા છે અને બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button