આમચી મુંબઈ

મુંબઈ મેટ્રો 7 અને 2 એ વિશે જાણો આ ખાસ અપડેટ…

મુંબઈઃ મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે મેટ્રો રેલ નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર મેટ્રો રેલવર્કના કામ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યા છે. મેટ્રો-1 સિવાય મેટ્રો લાઇન 7 (રેડ લાઇન) અને 2A (યલ્લો લાઇન) પણ દોડતી હતી, પરંતુ સ્પીડ અંગેના અમુક નિયમોને લીધે અગાઉ તે 50 થી 60 કિમીની પ્રતિકલાકની ઝડપે દોડતી હતી, પરંતુ કામચલાઉ મંજૂરીના સમયગાળા દરમિયાન તમામ નિયમોનું પાલન થયું હોવાથી હવે બન્ને મેટ્રોને 80 કિમી પ્રતિકલાકની ઝડપે દોડવાનું પ્રમાણપત્ર મળ્યું છે, તેમ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ એક યાદીમાં જણાવ્યું છે.

આ પણ વાંચો : હાઇ કોર્ટની ફટકાર બાદ BCCI મુંબઈ પોલીસને ચૂકવશે ઉધારી

મળતી માહિતી મુજબ મેટ્રો લાઇન 7 અને 2A પર કામચલાઉ મંજૂરી દરમિયાન નિર્ધારિત શરતોનું સંપૂર્ણ પાલન થયું હોવાથી નવી દિલ્હીના ચીફ કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CCRS) એ મુંબઈ મેટ્રો લાઇન 7 (રેડ લાઇન) અને મેટ્રો લાઇન 2A બંને પર નિયમિત કામગીરી માટે સલામતી પ્રમાણપત્રો મંજૂર કર્યા છે. આ મંજૂરી બાદ આ બંને મેટ્રો લાઇન પર ટ્રેનોને હવે 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાશે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મેટ્રો લાઇન 7 અને 2A માટે મળેલી આ મંજૂરીઓને વધાવી હતી અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ આને મહાયુતી સરકારની મુંબઈગરાઓને સવલતો આપવાની કટિબદ્ધતાનો પુરાવો ગણાવ્યો હતો.

મુંબઇમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મેટ્રો લાઇન 7 અને 2A ઘણી જ મહત્વની છે. મુંબઈ મેટ્રો લાઇન 7ને રેડ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. આ મેટ્રો લાઇન દહિસર પૂર્વથી અંધેરી પૂર્વ સુધી દોડે છે. આ લાઇન 16.5 કિમી લાંબી છે અને મોટાભાગે એલિવેટેડ છે. આ લાઇનનો દહિસરથી આરે સુધીનો પહેલો તબક્કો એપ્રિલ 2022 માં ખોલવામાં આવ્યો હતો.

આ લાઇનનો આરેથી અંધેરી (પૂર્વ)માં ગુંદાવલી સુધીના બીજો તબક્કાનું જાન્યુઆરી 2023માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં આ લાઇનને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (લાઇન 7A) સુધી લંબાવવામાં આવશે. 3.423 કિમીના આ એક્સટેન્શનમાં એરપોર્ટ કોલોની અને T2 એરપોર્ટ એમ બે સ્ટેશન હશે. આ રૂટમાં એલિવેટેડ અને અંડરગ્રાઉન્ડ એમ બંને વિભાગ હશે.

આ પણ વાંચો : દિલ્હીમાં દૂર દૂર સુધી દેખાય નહીં એટલું ધુમ્મસઃ જાણો ગુજરાત-મહારાષ્ટ્રમાં કેવું છે હવામાન

મેટ્રો લાઇન 2A દહિસર પૂર્વથી અંધેરી પશ્ચિમ (ડીએન નગર) સુધી દોડે છે. આ મેટ્રો લાઇન 18.6 કિમી. લાંબી છે, જેમાં ડીએન નગર (મેટ્રો લાઇન 1), શાસ્ત્રી નગર (મેટ્રો લાઇન 6), અને દહિસર (મેટ્રો લાઇન 7) પર ઇન્ટરચેન્જની સુવિધા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button