મેટ્રો-૪એ રૂટ પર ગર્ડર બેસવાનું કામ સફળ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણેના કાસારવડવલીથી ગાયમુખ વચ્ચે દોડનારી મુંબઈ મેટ્રો-૪એ માટે હાલ ગર્ડર બેસાડવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં નાગલા બંદર જંકશન પાસે ગર્ડરને બેસાડવાની મહત્ત્વની કામગીરી પાર પાડવામાં સફળતા મળી હતી.
મેટ્રો ચાર-એ રૂટમાં કેડબરી જંકશનથી ગાયમુખ એમ પહેલા તબક્કામાં મેટ્રો ટ્રેન શરૂ કરવાનું આયોજન મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ (એમએમઆરડીએ)કરી રહી છે. તે માટે સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવવાની છે.
જોેકે તે પહેલા કેડબરી જંકશનથી ગાયમુખ આ પહેલા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનના ડબ્બાઓને ક્રેનની મદદથી પાટા પર ચઢાવવાનું કામ એમએમઆરડીએ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેમાં નાગલા બંદર પાસે જંકશન પાસે ગર્ડર સફળતાપૂર્વક બેસાડવામાં સફળતા મળી હતા.
આ જંકશન પાસે ટ્રાફિક અત્યંત ગીચ રહેતો હોય છે અને અઠવાડિયા ચોવીસ કલાક સાતેય દિવસ અહીં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે.