આમચી મુંબઈ

મેટ્રો-ચારનું ૮૪.૫ ટકા કામ પૂર્ણ: ભાંડુપ જંકશન પર રાતોરાત ૪૫૦ ટનનો સ્ટીલ સ્પાન બેસાડ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મેટ્રો-ચાર માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ અત્યંત વ્યસ્ત ગણાતા એલબીએસ માર્ગ પરના ભાંડુપ-સોનાપુર જંકશન પર રાતોરાત ૫૬ મીટર લાંબો અને ૪૫૦ ટન વજનના સ્ટીલ સ્પાનને સફળતાપૂર્વક બેસાડવાની સિદ્ધી હાસિલ કરી હતી.

અત્યંત વ્યસ્ત ગણાતા રોડ પર અને પડકારજનક પરિસ્થિતિ વચ્ચે ગોરેગામ-મુલુંડ લિંક રોડ પર માત્ર એક રાતમાં એમએમઆરડીએની એન્જિનિયરિંગ ટીમે ૪૫૦ ટનનો સ્ટીલનો ગર્ડર બેસાડયો હતો. મુંબઈ મેટ્રો લાઈન-ફોર માટે આ નોંધપાત્ર કામ ગણાય છે. આ લાઈન વડાલાથી કાસરવડવલીને જોડવાની છે. આ લાઈનમાં અત્યાર સુધી ૮૪.૫ ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે.

આ પણ વાંચો: મુંબઈ મેટ્રો 4: સપ્ટેમ્બરમાં ટ્રાયલ રન, મીરા-ભાઈંદર સુધીની મુસાફરી થશે સરળ

કમોસમી વરસાદ અને ભારે ટ્રાફિકની સમસ્યા વચ્ચે એમએમઆરડીએ અત્યંત જટિલ કહેવાતા કામને ચોક્કસાઈપૂર્વક સફળ બનાવ્યું હતું. નવ હાઈ કેપેસીટીની ક્રેન સાથે બે મલ્ટી એક્સલ પુલર અને ૧૦૦થી વધુ કુશળ કર્મચારીની મદદથી બે સ્ટીલના ગર્ડરને રાતોરાત બેસાડયો હતો.

એક વખત આ લાઈન શરૂ થયા પછી મેટ્રો લાઈન ફોર વડાલા અને કાસારવડવલી વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડશે. શહેરના પૂર્વીય કોરીડોરમાં ભીડ ઓછી કરવામાં આ મેટ્રો રેલવે મદદરૂપ થઈ રહેશે એવું માનવામાં આવે છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button