ઍક્વાલાઈનની ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવાથી છૂટકારો ડિજિટલ માધ્યમથી ક્યુઆર કોડ સ્કેન કરીને ટિકિટ ખરીદી શકાશે...

ઍક્વાલાઈનની ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવાથી છૂટકારો ડિજિટલ માધ્યમથી ક્યુઆર કોડ સ્કેન કરીને ટિકિટ ખરીદી શકાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મેટ્રો-થ્રી (ઍક્વા લાઈન)ના પ્રવાસીઓને હવે ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવાથી છૂટકારો મળવાનો છે. મેટ્રો-થ્રીની ટિકિટ હવેથી ડિજિટલી નેટવર્કના માધ્મયથી એટલે કે જુદી જુદી ઍપ્સ પરથી પ્રવાસીઓ ક્યુઆર કોડ સ્કેન કરીને સરળતાથી ખરીદી શકશે.

ઍક્વા લાઈન હવે ઓએનડીસી આ ડિજિટલ નેટવર્ક સાથે જોડાઈ ગઈ હોવાથી સ્કેન કરીને ટિકિટ ખરીદી કરવું સરળ બનશે. પ્રવાસીઓ હવે ઈઝી માય ટ્રિપ, રેડબસ, યાત્રી, વન ટિકિટ જેવી ઍપ્સ પરથી ક્યુઆર કોડ ટિકિટ સરળતાથી ખરીદી શકશે.
ઓએનડીસી નેટવર્ક એટલે કે એક ડિજિટલ પ્લેટફોર્મ જેના દ્વારા અલગ અલગ ઍપ્સને જોડવામાં આવે છે. તેથી અલગ અલગ ઍપ ડાઉનલોડ કરવા અથવા ટિકિટ વિન્ડો પર ટિકિટની ખરીદી ખરીદી માટે લાઈનમાં નહીં ઊભી રહેતા મેટ્રો-થ્રીની ટિકિટ વેચાતી લઈ શકાશે.

વન ટિકિટ ઍપ એવી છે જેનાથી પર મુંબઈગરા હવે મુંબઈ મેટ્રો થ્રી, મેટ્રો-વન અને મેટ્રો-ટૂએ અને સેવનની ટિકિટ પણ મેળવી શકશે

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button