ત્રીજું મુંબઈ ક્યારે બનશે, ક્યા સુધી કામ પહોંચ્યું છે જાણો એક ક્લિકમાં
મુંબઇઃ મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ ત્રીજું મુંબઇ બનાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે MMRDA દ્વારા મંગાવવામાં આવેલા ટેન્ડર રદ કર્યા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલીક ભૂલોને કારણે આ ટેન્ડર રદ કરવામાં આવ્યા છે. અટલ સેતુ અને નવી મુંબઇ એરપોર્ટના પ્રભાવી ક્ષેત્ર હેઠળ આવતા ગામોના વિકાસ માટે MMRDAની નવા શહેરી વિકાસ ઑથોરિટી તરીકે નિમણૂક કરી છે, જેમાં અટલ સેતુને કારણે પ્રભાવિત થયેલા 323.44 ચો. કિ.મી.ના ક્ષેત્રમાં આવતા ગામોને ડેવલપ કરી, તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ નિર્માણ કરવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું નવું શહેર 32,300 હેક્ટરના ક્ષેત્રફળમાં ઊભું કરવામાં આવશે.
આ નવા શહેર માટે માસ્ટર પ્લાન, વિઝન ડૉક્યુમેન્ટ અને સંપૂર્ણ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવા માટે MMRDAએ 15 જાન્યુારીના રોજ સલાહકારોની નિમણૂક માટે ટેન્ડર બહાર પાડ્યા હતા, જે હવે રદ કર્યા છે. MMRDAએ જણાવ્યું છે કે વહીવટી કારણોસર આ ટેન્ડર રદ કરવામાં આવ્યા છે. જમીન ઉપયોગના નકશા તૈયાર કરવાના ટેન્ડર રદ કરવામાં આવ્યા નથી. માસ્ટર પ્લાન તૈયાર કરવા માટેના ટેન્ડર રદ કરવામાં આવ્યા હોવા છતાં જમીન ઉપયોગના નકશા તૈયાર કરવાનું કામ તો ચાલુ જ રહેશે.
Also read: આ રાજ્યોના હવામાનમાં પલટો આવશે; ગુજરાતમાં માવઠું પડશે, મુંબઈમાં આવું વાતાવરણ રહેશે…
નોંધનીય છે કે મુંબઇ, નવી મુંબઇની વસતી કૂદકેને ભૂસકે વધી રહી છે. બંને શહેરોની વસતી શહેરના ઇન્ફ્રા. પર અસર કરી રહી છે. આ બંને શહેર પરનો ભાર ઓછો કરવા નવી મુંબઇને અડીને આવેલા રાયગઢમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું નવું મુંબઇ શહેર બનાવવાની સરકારની યોજના છે. આ ત્રીજું મુંબઇ દેશની ભાવિ બિઝનેસ કેપિટલ બનશે અને લોકોને બિઝનેસની નવી તકો પૂરી પાડશે. આ જગ્યાને ટૂરિસ્ટ પ્લેસ તરીકે પણ વિકસાવવાની સરકારની મહત્વાકાંક્ષી યોજના છે. આ માટે સરકારે મેગા પ્લાન બનાવ્યો છે અને ખાનગી કંપનીઓ પાસેથી ટેન્ડરો મગાવવાનું શરૂ કર્યું હતું.
નવી મુંબઈની જેમ ત્રીજુ મુંબઈ બનાવવાની વાત 2014 પહેલા તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે પણ કરી હતી. નૈના સિટી નામનો આ પ્રોજેક્ટ કેટલાય વર્ષોથી હાથ ધરાયો છે, પરંતુ કંઈ ખાસ પ્રગતિ થઈ નથી. જોકે એક શહેર વસાવવું એટલું સહેલું નથી, પરંતુ યોગ્ય પ્લાનિંગ અને સારી સુવિધાઓવાળું શહેર જો આ રીતે મુંબઈની નજીક વસશે, તો રોજગારની ઘણી નવી તકો ઊભી થશે