TATA Marathon: મુંબઈ મૅરેથોનની તારીખ જાહેર થઈ ગઈ, રજિસ્ટ્રેશન આજથી શરૂ

મુંબઈ: આગામી ટાટા મુંબઈ મૅરેથોનની 20મી સીઝન 19મી જાન્યુઆરીએ યોજાશે. એ માટેના ઍમેટર્સ કૅટેગરીનું રજિસ્ટ્રેશન આજે બુધવાર, 14મી ઑગસ્ટે શરૂ થઈ રહ્યું છે.હાફ મૅરેથોનનું રજિસ્ટ્રેશન 23મી ઑગસ્ટથી 13મી સપ્ટેમ્બર સુધી યોજાશે. આ પ્રસંગે મંગળવારે મુંબઈમાં થયેલી જાહેરાત વખતે મહારાષ્ટ્રના અન્ન તથા નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળ, વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, શિક્ષણ પ્રધાન દીપક કેસરકર તેમ જ પ્રોકૅમના અનિલ સિંહ અને વિવેક સિંહ તથા અન્ય મહેમાનો ઉપસ્થિત હતા. બુધવારે ઍમેટર્સ ઉપરાંત બીજી કેટલીક કૅટેગરીના રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ રહ્યા છે.

આયોજકોએ મંગળવારે કરાયેલી જાહેરાતમાં કહ્યું હતું કે ‘ફાસ્ટેસ્ટ-રનર-ફર્સ્ટના ધોરણે સ્લૉટ નક્કી કરાશે. વધુ મહિલાઓ મૅરેથોનમાં અને હાફ મૅરેથોનમાં ભાગ લઈ શકે એ હેતુથી બન્ને કૅટેગરીમાં મર્યાદિત સંખ્યામાં રનિંગ સ્પૉટ્સ અનામત રાખવામાં આવ્યા છે.’ હાફ મૅરેથોનમાં અમુક સ્પૉટ પર્સન્સ વિથ ડિસઍબિલિટી (પીડબ્લ્યૂડી) માટે અનામત રખાયા છે.

| Also Read: કુસ્તીબાજ વિનેશ ફોગાટ પરનો ચુકાદો ફરી મોકૂફ: હવે આ તારીખે…
ડ્રીમ રન કૅટેગરી માટેના રજિસ્ટ્રેશન 5-25 નવેમ્બર દરમ્યાન કરી શકાશે, જ્યારે સિનિયર સિટિઝન્સ રન માટેના રજિસ્ટ્રેશન 27મી ઑગસ્ટે શરૂ થશે અને પચીસમી નવેમ્બર સુધી ચાલશે. વધુ જાણકારી વેબસાઈટ (https://tatamumbaimarathon.procam.in/) પરથી મળી શકશે.