Top Newsઆમચી મુંબઈ

મુંબઈમાં અઢી એકર જમીન રૂ. 22,50,00,00,000માં વેચાઈ, બની ભારતની સૌથી મોંઘી લેન્ડ ડીલ? જાણો શું છે આખી સ્ટોરી…

મુંબઈઃ અઢી એકરના એક જમીનના ટૂકડાની કિંમત ઓછામાં ઓછું એક કરોડ રૂપિયા કે વધુમાં વધુ 100 કરોડ રૂપિયા હોઈ શકે. આ ભાવ જમીન ક્યા લોકેશન પર આવેલી છે એના આધારે ઓછી વધુ હોઈ શકે છે. પરંતુ મુંબઈની વાત કરીએ મુંબઈમાં રેલવેની એક અઢી એકરની લેન્ડ 2,250 કરોડ રૂપિયામાં વેચાઈ છે અને આ સાથે જ આ ડીલ મુંબઈ જ નહીં પણ ભારતની સૌથી મોંઘી લેન્ડ ડીલ બની ગઈ છે. સાઉથ મુંબઈના મહાલક્ષ્મી ખાતે આવેલા જમીનના આ ટૂકડાની રેલવે મંત્રાલય હેઠળ આવતા રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા લીલામી કરવામાં આવી હતી.

2.5 એકરના પ્લોટ માટેની સૌથી મોટી બોલી
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર 2.5 એકરના આ પ્રાઈમ પ્લોટ માટે અત્યાર સુધી લગાવવામાં આવેલી આ સૌથી મોટી બીડ છે. આ બીડને કારણે ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં દીર્ઘકાલીન ભાડાપટ્ટી હક (લીઝ)ની લીલામી માટે એક નવો વિક્રમ રચી દીધો છે. આ ઓક્શનમાં દેશના અનેક મોટા ડેવલપર્સે હાજરી આપી હતી. આ ઓક્શનમાં ચાર અગ્રણી ડેવલપર્સે પ્લોટ માટે બોલી લગાવી હતી.

કોણે લગાવી છે આટલી જંગી બોલી?
દિનેશચંદ્ર આર અગ્રવાલ ઈન્ફેકોન આ પ્લોટ માટે બોલી લગાવવામાં અગ્રેસર હતા અને તેમણે જ 2,250 કરોડ રૂપિયામાં આ પ્લોટ લીઝ પર લીધો હતો. આ સિવાય શોભા રિયાલ્ટીએ 1,232 કરોડ રૂપિયાની તો લોઢા ગ્રુપે 1,161 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આરએમઝેડ ગ્રુપના એક યુનિટે પણ આ ઓક્શનમાં ભાગ લીધો હતો.

મહાલક્ષ્મી જ કેમ?
વાત કરીએ મહાલક્ષ્મીમાં આવેલી આ જમીનને આટલી મોંઘી કિંમતે લીઝ પર કેમ લેવામાં આવી એની તો રિયલ એસ્ટેટ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આ મુંબઈમાં અને એમાં પણ ખાસ કરીને મહાલક્ષ્મી જેવા પોશ એરિયામાં, મોકાની જગ્યાની ખૂબ જ માગણી છે. નિષ્ણાતોના મતે, મહાલક્ષ્મી એ મુંબઈનું એવું કેન્દ્ર છે જે રેલ્વે, કોસ્ટલ રોડ અને બિઝનેસ હબ સાથે ખૂબ જ સારી કનેક્ટિવિટી પણ ધરાવે છે.

99 વર્ષના લીઝની શરતોઃ
આ જમીન 99 વર્ષના ભાડાપટ્ટા (Lease) પર આપવામાં આવી છે. આ પ્લોટની અનામત કિંમત (Reserve Price) ₹993 કરોડ રાખવામાં આવી હતી, પરંતુ બોલી તેનાથી બમણાથી પણ વધુમાં ગઈ છે.

ચુકવણીની શરતો:

  1. સૌથી વધુ બોલી લગાવનાર ડેવલપરને શરૂઆતમાં ₹100 કરોડ ચૂકવવા પડશે.
  2. કુલ રકમ આગામી 8 વર્ષમાં ચૂકવવાની રહેશે.
  3. કુલ રકમના 80% હિસ્સો પ્રથમ 6 વર્ષમાં જ જમા કરાવવો પડશે.

આપણ વાંચો:  નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરશે પહેલી ફ્લાઈટ, જાણો શેડ્યૂલ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button