પાર્ટી ઓલ નાઇટ… થર્ટીફ્સ્ટના હવે મઝા થશે બમણી, મધ્ય રેલવેની લોકલ દોડશે આખી રાત
મુંબઇ: આખા દેશમાં હાલમાં ક્રિસ્મસની ઉજવણી અને નવા વર્ષના સ્વાગતનો ઉત્હાસ જોવા મળી રહ્યો છે. ઘણી પ્રાઇવેટ ઓફિસસી અને સ્કૂલમાં હાલમાં ક્રિસમસ વેકેશન પડ્યું છે. તેથી લોકો થર્ટીફર્સ્ટની ઉજવણી માટે અલગ અલગ પ્રવાસન સ્થળે જઇ રહ્યાં છે. દર વર્ષે 31 ડિસેમ્બરની મધરાતે નવા વર્ષના સ્વાગત માટે લોકો રાતે મોડે સુધી જાગતા હોય છે. અને લોકો પાર્ટી પણ કરતાં હોય છે. પણ લોકલ ટ્રેન સેવાની રાત માટે સમય મર્યાદા હોવાથી લોકોને અધવચ્ચે પાર્ટી છોડી ઘરે પાછા ફરવું પડે છે. પણ આ વર્ષે મધ્ય રેલવે આ લોકો માટે ખાસ સુવિધા કરી છે. આ વર્ષે 31 ડિસેમ્બરના રોજ મધ્ય રેલવેની લોકલ ટ્રેન આખી રાત દોડશે. ત્યારે હવે પાર્ટીની મજા બમણી થઇ જશે.
મુંબઇમાં ગેટવે ઓફ ઇન્ડિયા, મરીન ડ્રાઇવ, ગિરગાવ ચોપાટી, જૂહુ ચોપાટી, ગોરાઇ, મઢ, દાદર ચોપાટી વગેરે સ્થળોએ નવા વર્ષના સ્વાગત માટે લોકોની ભારે ભીડ જામે છે. ત્યારે આ લોકોની સુવિધા માટે મધ્ય રેલવે દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
થર્ટીફસ્ટની ઉજવણી માટે બહારથી મુંબઇમાં આવનારા લોકોને રાત્રે મોડા ઘરે જવા માટે મધ્ય રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે. મધ્ય રેલવેએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ 4 વિશેષ ઉપનગરીય લોકલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. જેને કારણે મોડે સુધી પાર્ટી કરનારા લોકો માટે આ મોટી સુવિધા બનશે.
મધ્ય રેલવે દ્વારા 31-12-2023થી 1-1-2024ની મધ્યરાત સુધી મુસાફરો માટે ચાર વિશેષ લોકલ દોડાવવામાં આવનાર છે. જે અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મીનસથી વિશેષ ટ્રેન તા. 31-12-2023\1-1-2024ની મધ્યરાતે 01:30 વાગે છૂટશે અને કલ્યાણ સ્ટેશન પર 03:00 વાગે પહોંચશે.
કલ્યાણથી વિશેષ ટ્રેન તારીખ 31-12-2023\1-1-2024ની મધ્યરાતે 01:30 વાગે છૂટશે જે છત્રપતિ શિવાજી ટર્મીનસ ખાતે 3:00 વાગે પહોંચશે.
હાર્બર લાઇનની વાત કરીએ તો તારીખ 31-12-2023\1-1-2024ની મધ્યરાતે છત્રપતિ શિવાજી ટર્મીનસથી 1:30 વાગે નીકળી 02:50 વાગે પનવેલ પહોંચશે.
પનવેલખથી વિશેષ ટ્રેન તારીખ 31-12-2023\1-1-2024ની મધ્યરાતે 01:30 વાગે છૂટશે જે છત્રપતિ શિવાજી ટર્મીનસ ખાતે 2:50 વાગે પહોંચશે.