આમચી મુંબઈ

પેસેન્જર જેટી અને ટર્મિનલ બિલ્ડિંગના ભૂમિપૂજનનો સમારોહ: પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો વિરોધ

મુંબઈઃ મહારાષ્ટ્રના પોર્ટ અને મત્સ્યોદ્યોગ પ્રધાન નીતેશ રાણેએ ગયા અઠવાડિયે રેડિયો ક્લબ નજીક પેસેન્જર જેટી અને ટર્મિનલ બિલ્ડિંગના ભૂમિપૂજન કર્યું હતું. જોકે આ સમારોહ બાદ કોલાબાના રહેવાસીઓનો આ પ્રોજેક્ટ સામે પોતાનો વિરોધ વધુ તીવ્ર બનાવ્યો હતો. તેઓ હવે બાંધકામ તાત્કાલિક રોક લગાવવાની માગ કરી રહ્યા છે. સોમવારે હાઈ કોર્ટમાં આ દરખાસ્તને પડકારવાની યોજના બનાવી હતી.

સ્થાનિક ધારાસભ્ય રાહુલ નાર્વેકરને લખેલા પત્રમાં રહેવાસીઓએ જેટીની સ્થાનિક સમુદાય અને મુંબઈના દરિયાકાંઠાના ઇકોસિસ્ટમ પર સંભવિત પ્રતિકૂળ અસર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. 15મી માર્ચના રોજ લખાયેલા આ પત્રમાં જાન્યુઆરી 2025માં નાર્વેકર અને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (એમએમબી) બંને સમક્ષ ઉઠાવવામાં આવેલા વાંધાઓનો પુનરાવર્તિત સમાવેશ થાય છે. આ વાંધાઓ જેને અધિકારીઓ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા, તેમણે પ્રોજેક્ટ દ્વારા ઊભા થતા પર્યાવરણીય, વારસો અને સામાજિક-આર્થિક જોખમો અંગે ચેતવણી આપી હતી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ કેરળને ‘મીની પાકિસ્તાન’ ગણાવ્યું, આકરી પ્રતિક્રિયા આવ્યા બાદ કરી સ્પષ્ટતા

આ ચિંતાઓ હોવા છતાં 13મી માર્ચે નિતેશ રાણે દ્વારા જેટીનું ઉદ્ઘાટન જોઈને રહેવાસીઓ નિરાશ થયા હતા. તેમની દલીલ છે કે આ પગલું કોલાબા સમુદાયની માન્ય અને વારંવારની અપીલોને અવગણે છે, જેમાં સ્થાનિક હિસ્સેદારો સાથે કોઈ પારદર્શિતા કે પરામર્શ નથી.

આ પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જેટીના બાંધકામનાં વિનાશક પરિણામો આવી શકે છે. રહેવાસીઓનો દાવો છે કે જરૂરી પરવાનગીઓ લેવામાં આવી નથી અને પ્રોજેક્ટ માટે મેળવેલી મંજૂરીઓ અંગે જાહેરમાં ખુલાસો કરવામાં આવ્યો નથી.

તેઓએ વધુમાં એવી દલીલ કરે છે કે મહત્ત્વપૂર્ણ પર્યાવરણીય અને લોજિસ્ટિકલ ચિંતાઓનો ઉકેલ આવ્યો નથી. ઊંચી ભરતી, દરિયાઈ સ્તરમાં વધારો, આબોહવા પરિવર્તનની અસરો અને પૂરના જોખમ જેવા મુદ્દાઓનો પૂરતો અભ્યાસ કરવામાં આવ્યો નથી. તેઓ દલીલ કરે છે કે જેટી કોલાબામાં હાલના માળખાગત પડકારોમાં વધારો કરશે, જેમાં ગેરકાયદે પાર્કિંગ માફિયાઓ, અતિક્રમણ અને ટ્રાફિક ભીડનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button