રવિવારે મુંબઈમાં લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાના હોય તો વાંચી લો મહત્ત્વની માહિતી…
મુંબઈ: રેલવે દ્વારા ટ્રેક, સિગ્નલિંગ તથા ઓવરહેડ વાયરના સમારકામને કારણે રવિવાર ૧૫મી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ત્રણેય રેલવે લાઈનમાં વિશેષ મેજર બ્લોક રહેશે. બ્લોક દરમિયાન લાંબા અંતરની સાથે લોકલ ટ્રેનો રદ રહેશે જેથી નિર્ધારિત સમયમાં ટ્રાવેલ કરવાનું સુવિધાજનક બની શકે છે.
બોરીવલી તથા ગોરેગામ વચ્ચે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૩.૦૦ વાગ્યા સુધી અપ અને ડાઉન સ્લો લાઇન પર પાંચ કલાકનો જમ્બો બ્લોક રહેશે. બ્લોક દરમિયાન અપ અને ડાઉન લાઇનની તમામ સ્લો લોકલને ફાસ્ટ લાઇન પર દોડાવવામાં આવશે. આ સિવાય કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે તથા બોરીવલી-અંધેરી ટ્રેનોને ગોરેગામ સુધી દોડાવવામાં આવશે. આ સિવાય બ્લોક દરમિયાન બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧,૨,૩ અને ચાર પરથી કોઇ પણ ટ્રેનની અવરજવર નહીં હોય.
મધ્ય રેલવેમાં રવિવારે મેગા બ્લોક રહેશે. મેઇન લાઇનમાં વિદ્યાવિહાર અને થાણે સ્ટેશન વચ્ચે પાંચમી અને છટ્ઠી લાઇન પર સવારે આઠથી બપોરે ૧૨.૩૦ કલાક સુધી બ્લોક રહેશે. અપ મેલ/એક્સ્પ્રેસ ટ્રેનોને ડાઇવર્ટ કરવામાં આવશે. લોકમાન્ય ટિળક ટર્મિનસ તરફ જનારી ટ્રેનોને વિદ્યાવિહાર સ્ટેશન પર છઠ્ઠી લાઇન પર ફરી ડાઇવર્ટ કરવામાં આવશે જેમાં સિંહગઢ એક્સ્પ્રેસ, ડેક્કન ક્વીન, પટણા-લોકમાન્ય ટિળક ટર્મિનસ એક્સ્પ્રેસ, કાકીનાડા-લોકમાન્ય ટિળક ટર્મિનસ એક્સ્પ્રેસ, પ્રગતિ એક્સ્પ્રેસ, નાગપુર-સીએસએમટી એક્સ્પ્રેસ, સોલાપુર-સીએસએમટી એક્સ્પ્રેસનો સમાવેશ થાય છે. આ સિવાય ટ્રેનો ૧૦થી ૧૫ મિનિટ મોડી દોડશે.
આ પણ વાંચો : કોસ્ટલ રોડનો વરલી તરફનો હાજી અલી ઈન્ટરચેન્જ ખુલ્લો મુકાયો
ડાઉન મેલ/એક્સ્પ્રેસ ટ્રેનોને વિદ્યાવિહાર સ્ટેશન પર ડાઉન ફાસ્ટ લાઇન પર ડાઇવટ ૪ કરવામાં આવશે અને પાંચની લાઇન પર થાણે સ્ટેશને ડાઇવર્ટ કરવામાં આવશે, જેમાં એલએલટી-ગોરખપુર, પવન, નેત્રાવતી એક્સ્પ્રેસનો સમાવેશ થાય છે.
હાર્બર લાઇનમાં પનવેલથી સવારે ૧૦.૩૩ વાગ્યાથી બપોરે ૩.૪૯ વાગ્યા સુધી સીએસએમટી તરફ જમારી અપ હાર્બર લાઇનની અને સીએસએમટીથી સવારે ૯.૪૫થી બપોરે ૩.૧૨ સુધી પનવેલ/બેલાપુર તરફ જનારી ડાઉન હાર્બરની સેવા રદ રહેશે.
ટ્રાન્સ હાર્બર લાઇમાં પનવેલથી સવારે ૧૧.૦૨થી બપોરે ૩.૫૩ સુધી થાણે તરફ જનારી અપ લાઇન અને થાણેથી સવારે ૧૦.૦૧થી બપોરે ૩.૨૦ સુધી પનવેલ જનારી ડાઉન હાર્બર લાઇનની સેવા રદ રહેશે. બ્લોક દરમિયાન સીએસએમટીથી વાશી સુધી વિશેષ લોકલ દોડાવવામાં આવશે.