આવતીકાલે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના છો? પહેલાં આ વાંચી લો નહીંતર પાછા પસ્તાશો…

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં દરરોજ કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. દર રવિવારની જેમ આ રવિવારે પણ સિગ્નલ મેઈન્ટેનન્સ અને ટ્રેક મેઈન્ટેનન્સ જેવા મહત્ત્વના કામ માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. જેને કારણે આવતીકાલે પણ ટ્રેનોના ધાંધિયા રહેશે. જો તમે પણ બહાર જવાનું પ્લાન કરી રહ્યા હોવ તો આ સમાચાર પહેલી વખત વાંચી લો…
મધ્ય રેલવેના અધિકારીના જણાવ્યા અનુસાર મધ્ય રેલવે પર આવતીકાલે સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર મેગા બ્લોક રહેશે. આ સમયે સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે લોકલ ટ્રેનો અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન લોકલ ટ્રેનો કુર્લા, સાયન, માટુંગા, દાદર, પરેલ અને ભાયખલા સ્ટેશન પર જ ઊભી રહેશે.
હાર્બર લાઈનની વાત કરીએ તો હાર્બર લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી કુર્લા-વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટીથી વાશી, બેલાપુર, પનવેલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેન વ્યવહાર બંધ રહેશે.
બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટી-કુર્લા અને પનવેલ-વાશી સેક્શન વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. મધ્ય રેલવે દ્વારા બ્લોકના સમય દરમિયાન હાર્બર લાઈનના પ્રવાસીઓને બ્લોકના સમય દરમિયાન ટ્રાન્સ હાર્બર લાઈન પર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સવારે 10.30 કલાકથી બપોરે 3.35 કલાક સુધી અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન આ બંને સ્ટેશનો વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર ડાયવર્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો…મેટ્રો, બસ અને લોકલ ટ્રેનની ટિકિટ માટે હવે ટિકિટ વિંડોની ઝંઝટ નહીં, “મુંબઈ વન એપ” પરથી બુક કરી શકશો!



