આવતીકાલે રહેશે લોકલ ટ્રેનોના ધાંધિયા, વાંચીને જ બહાર નીકળજો, નહીંતર…

મુંબઈઃ જો તમે પણ આવતીકાલે મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ટ્રેક અને સિગ્નલ મેઈન્ટેનન્સ જેવા મહત્ત્વના ટેક્નિકલ કામ માટે રેલવે દ્વારા મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે રવિવારે રજાના દિવસે પણ ટ્રેનોના ધાંધિયા જોવા મળી શકે છે. પરિણામે આ સમાચાર વાંચીને જ તમે પ્લાનિંગ કરશો તો તમારા માટે સારું રહેશે. ચાલો જાણીએ આવતીકાલે ક્યાંથી ક્યાં અને કેટલા સમય માટે મેગા બ્લોક રહેશે.
મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મધ્ય રેલવે પર 11મી જાન્યુઆરીના રોજ સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકને કારણે આ સમયગાળામાં અપ-ડાઉન સ્લો લોકલ સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. પરિણામે આ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશન પર ઊભી રહેશે.
ટ્રાન્સ હાર્બર લાઈનની વાત કરીએ ટ્રાન્સ હાર્બર લાઈને પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી થાણેથી વાશી, નેરુલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન થાણેથી વાશી, નેરુલ અને પનવેલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેનો નહીં દોડાવવામાં આવે.
પશ્ચિમ રેલવેની વાત કરીએ તો પશ્ચિમ રેલવેમાં આવતીકાલે કોઈ ડે બ્લોક નહીં હાથ ધરવામાં આવે. પરંતુ છઠ્ઠી લાઈન પર રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલા કામને કારણે વીકએન્ડ પર 250થી વધુ લોકલ રદ રહેશે. દરમિયાન આજે એટલે કે 10મી જાન્યુઆરી અને 11મી જાન્યુઆરીના રોજ સ્પેશિયલ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. આ સિવાય રવિવારે રાતે 1 વાગ્યાથી લઈને સવારે 6.30 કલાક સુધી કાંદિવલી-મલાડ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન અને રાતે 1 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધી અપ-ડાઉન સ્લો લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે.
રેલવે દ્વારા રવિવારે મેગા બ્લોકને કારણે થનારા ટ્રેનોના ધાંધિયાને જોતા મુંબઈગરાને જો જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે. તમે પણ આ સમાચાર તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો, જેથી તેમને હાલાકી ભોગવવાનો વારો ના આવે. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો…પશ્ચિમ રેલવેમાં આ વીકએન્ડમાં ‘મેજર જમ્બો’ નાઈટ બ્લોક: 250થી વધુ લોકલ ટ્રેન રદ, જાણો સંપૂર્ણ વિગત



