આમચી મુંબઈ

યે હૈ મુંબઈ મેરી જાનઃ લોકલ ટ્રેનમાંથી બહાર નીકળવાની ધમાચકડીનો વીડિયો વાયરલ

મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનની ભીડ અને હાડમારી વર્ષોથી જાણીતી છે અને આના વીડિયો આવતા જ રહે છે, પરંતુ મુંબઈની મુસીબતોને હંમેશા ગ્લેમરાઈઝ કરવામાં આવી છે અને આવી જિંદગી જીવતા મુંબઈકરોની સ્પિરીટની વાહવાહી કરી તેમને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા છે. રેલવેની ટ્રેનોના ધાંધિયા અને ક્રાઉડ મેનેજમેન્ટના અભાવને લીધે શહેર સમાન્ય તો શું દરેક માટે અસહ્ય બનતું જાય છે. પહેલા પણ મુંબઈમાં જોરના હજારો લોકો પોતાના સપના લઈને આવતા હતા અને લોકલ ટ્રેનોની મુસાફરી અઘરી હતી, પરંતુ છેલ્લા દસેક વર્ષમાં સ્થિતિ ઘણી વણસી છે.

આજે વાયરલ થયેલા એક વીડિયોમાં એક માણસ પોતાના સ્ટોપ પર ઉતરવા માટે મથી રહ્યો છે જ્યારે અન્ય મુસાફરો ટ્રેન પકડવાની ધમાલમાં છે અને પહેલો મુસાફર પડી જાય છે. આ વીડિયો શહેરની જાહેર પરિવહનની ચિથરે હાલ થયેલી સ્થિતિને સારી રીતે વર્ણવે છે. મુંબઈની ઓળખસમી આ લોકલ ટ્રેનમાં રોજ થતી ભીડ અને મુસાફરોએ સહન કરવી પડતી કનડગત રેલવે અને સત્તાધારીઓ ઈચ્છે તો ઓછી કરી શકે છે.

દેશની આર્થિક રાજધાની અને વર્ષે દેશની તિજોરીમાં કરોડો ઠાલવતી માયાનગરીના લોકો આવી ઉપેક્ષા સહન કરે છે તે પણ દુઃખની વાત છે. જે સ્પિરીટ આવી દોડતી ભાગતી જિંદગી જીવવા માટે બતાવે છે તે જો સત્તાધારીઓને પાઠ ભણાવવામાં બતાવે તો લગભગ સ્થિતિ સુધરે.
મુંબઈ લોકલના તમારા પણ આવા બિહામણા અનુભવો વિશે અમને કૉમેન્ટ સેક્શનમાં ચોક્કસ લખજો.

Spirit of Mumbai Kinda Kalesh pic.twitter.com/Y0D8Fzq17M— Ghar Ke Kalesh (@gharkekalesh) August 5, 2024

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button