આવતીકાલે મુંબઈ લોકલથી ટ્રાવેલ કરવાના છો તો ચેતજો! આ સમાચાર વાંચી લેજો નહીંતર પસ્તાશો…

મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈ અને મુંબઈગરાની લાઈફલાઈન છે. દરરોજ કરોડો પ્રવાસીઓ આ મુંબઈ લોકલમાં પ્રવાસ કરે છે અને રેલવે દ્વારા આટલા મોટા નેટવર્કની દેખરેખ માટે દર રવિવારે મેગા બ્લોક હાથ ધરવામાં આવે છે. આ સમયગાળામાં રેલવે, ટ્રેક અને સિગ્નલ મેઈન્ટેનન્સ સહિતના અન્ય મહત્ત્વના ટેક્નિકલ મેઈન્ટેનન્સના કામ થાય છે.
આવતીકાલે પણ રેલવે દ્વારા મેગા બ્લોક હાથ ધરાશે, જેને કારણે રવિવારે ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. જો તમે પણ આવતીકાલે બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લો…
મધ્ય રેલવે પર આવતીકાલે એટલે કે 16મી નવેમ્બરના રોજ સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. જેને કારણે આ સમયે અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. બ્લોકના સમયમાં લોકલ ટ્રેન ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશન પર ઊભી રહેશે.
હાર્બર લાઈન પર પનવેલ-વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયમાં સીએસએમટી-બેલાપુર, પનવેલ વચ્ચે ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. બ્લોકના સમયમાં સીએસએમટી વાશી દરમિયાન વિશેષ લોકલ ટ્રેનો ઉપલબ્ધ રહેશે. બ્લોકના સમયમાં થાણે-વાશી, નેરુલ વચ્ચે લોકલ ટ્રેનો નિયમિતપણે દોડશે.
પશ્ચિમ રેલવે પર બોરીવલી-રામ મંદિર સ્ટેશન પર અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન અપ-ડાઉન ફાસ્ટ લોકલ અંધેરી-ગોરેગાંવ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ સમય દરમિયાન કેટલી અપ-ડાઉન લોકલ રદ કરવામાં આવશે. હાર્બર લાઈન પર અંધેરી-બોરીવલીની કેટલીક લોકલ ટ્રેનો ગોરેગાંવ સુધી જ દોડાવવામાં આવશે.
છે ને એકદમ કામની માહિતી? તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ માહિતી અવશ્ય શેર કરો, જેથી તેમને કોઈ મુશ્કેલી ના પડે. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો…મધ્ય રેલવેએ CSMT-કર્જત/કસારા કોરિડોરમાં ટૂંક સમયમાં દોડાવાશે 15 કોચની લોકલ ટ્રેન



