દેશમાં ગૃહ નિર્માણ ક્ષેત્રે ‘મુંબઈ’ મોખરેઃ કેટલું થાય છે રોકાણ?
મુંબઈઃ મુંબઈ હાઉસિંગ ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે અને હવે તે ખાનગી રોકાણમાં પણ નંબર વન છે. આ વર્ષે રહેણાંક મકાનોના નિર્માણમાં ખાનગી ક્ષેત્ર દ્વારા આશરે 3 હજાર 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. મુંબઈ વિસ્તારમાં વેરહાઉસના નિર્માણમાં સૌથી વધુ 13 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. ત્યાર બાદ બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ, પુણે અને ચેન્નઈનો નંબર આવે છે. રિપોર્ટમાં ‘નાઇટ ફ્રેન્ક’ કંપની દ્વારા કરવામાં આવેલા સંશોધનની વિગતો આપવામાં આવી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર વેડફાયું, કારણ કે ખાતા વગરના પ્રધાનો ચૂપ રહ્યા: વિપક્ષ…
રેસિડેન્શિયલ ક્ષેત્રે રોકાણ બમણું થયું
દેશના મોટા શહેરોમાં હાઉસિંગ સેક્ટરમાં ખાનગી રોકાણમાં ગયા વર્ષની સરખામણીએ 32 ટકાનો વધારો થયો છે. રહેણાંક મકાનોના નિર્માણમાં ખાનગી રોકાણ આ વર્ષે બમણું થયું છે. વર્ષ 2017માં કમર્શિયલ ઓફિસના નિર્માણમાં સૌથી વધુ ખાનગી રોકાણ નોંધાયું હતું.
અહેવાલમાં એમ પણ નોંધવામાં આવ્યું છે કે ખાનગી રોકાણકારો હવે રહેણાંક મકાનોમાં રસ લઈ રહ્યા છે. મુખ્યત્વે સંયુક્ત આરબ અમીરાત અને સિંગાપોરના વ્યક્તિગત તેમ જ સંસ્થાકીય રોકાણકારોએ મુંબઈના ગૃહ નિર્માણમાં રસ દાખવ્યો છે.
વ્યવસાયિક ક્ષેત્રના રોકાણમાં બેંગલુરુ મોખરે
રિપોર્ટમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે રહેણાંક ક્ષેત્ર ઉપરાંત વેરહાઉસમાં પણ મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે. વ્યવસાયિક કાર્યાલયોમાં નિર્માણમાં રોકાણ કરવામાં બેંગલુરુ મોખરે છે. એના પછી હૈદરાબાદ, દિલ્હી અને ત્યારબાદ મુંબઇનો નંબર આવે છે. છેલ્લા બે વર્ષમાં મુંબઈમાં રેસિડેન્શિયલ હાઉસિંગ પ્રોજેક્ટ્સની માગમાં વધારો થયો છે.
સરખામણીએ કમર્શિયલ ઑફિસોની માગણી ઘટી છે.
રહેવાસી મકાનોમાં રોકાણકારોનો રસ વધ્યો
છેલ્લા કેટલાક વર્ષોમાં રહેણાંક મકાનો તરફ ખાનગી રોકાણકારોનો રસ વધ્યો છે. નાણાકીય સ્થિરતા અને વૃદ્ધિ વિદેશી રોકાણકારોને આકર્ષિત કરી રહી છે. નવાઈની વાત એ છે કે વેરહાઉસ મેન્યુફેક્ચરિંગમાં ખાનગી રોકાણ પણ વધ્યું છે.
આ પણ વાંચો : ૧૨ લોકોની ક્ષમતાની બોટથી બચ્યાં ૫૭ જણનાં જીવ પાયલટ કૅપ્ટને પોતાના અનુભવથી આ સાહસ કરી દેખાડ્યું…
કમર્શિયલ ઓફિસની માગમાં થયો ઘટાડો
છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશમાં ગ્રાહકોના વધતા પ્રતિસાદ અને ઓનલાઇન શોપિંગને કારણે વેરહાઉસની મોટા પાયે માંગ ઊભી થઈ છે. અલબત્ત, તેના કારણે કમર્શિયલ ઓફિસોની માગમાં ઘટાડો થયો છે. જેના કારણે તેમાં રોકાણ કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં હાઉસિંગ સેક્ટરમાં ખાનગી રોકાણમાં વધુ વધારો થવાની શક્યતા છે.