મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં પાણીનું સ્તર 92 ટકાએ પાર
પાણીથી રાહત મળી, પણ વધતા ઉકળાટને કારણે મુંબઈગરા પરેશાન
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું થોડું નબળું પડ્યું હોય એમ હળવા ઝાપટા મુંબઈ સહિત થાણે-નવી મુંબઈમાં પડી રહ્યા છે. દિવસે-રાતના હળવા વરસાદ સાથે પણ બફારામાં વધારો થયો છે, પરંતુ જુલાઈની તુલનામાં ઓગસ્ટ મહિનામાં ભારે અઠવાડિયું રહ્યું નથી.
આમ છતાં એકંદરે વરસાદ નહીં વરસાદ ગરમી સાથે બફારામાં વધારો થયો છે, પરંતુ એની વચ્ચે મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ રાહતના સમાચાર આપ્યા છે કે મુંબઈને પાણી પૂરા પાડનારા જળાશયોમાં પાણીની સપાટી 92 ટકા પાર થઈ છે.
મુંબઈ પાલિકાના અહેવાલ અનુસાર મુંબઈને પૂરું પાડનારા જળાશયોમાં આજે પાણીની સપાટી 92.85 ટકા પાર થઈ છે, જ્યારે કુલ સ્ટોક 13,43,910 મિલિયન લિટર વોટર સ્ટોક છે. મુંબઈ શહેરને પૂરું પાડનારા જળાશયોમાં પાણીની સપાટી 92 ટકા પાર થઈ છે, જે રાહતની વાત છે, પરંતુ વધતી ગરમીથી મુંબઈગરાઓ પરેશાન છે. બપોરના સમયે ગરમીથી નાગરિકો પરેશાની અનુભવી રહ્યા છે, જ્યારે વરસાદ સંબંધિત બીમારીના કિસ્સામાં પણ વધારો થયો છે.
પાલિકાના અહેવાલ અનુસાર મુંબઈને પાણી પૂરા પાડનારા જળાશયો પૈકી તાન્સામાં પાણીની સપાટી 98.12 ટકાએ રહી છે, જ્યારે મોડક સાગર 100 ટકા પાર થયો છે. આ ઉપરાંત, મિડલ વૈતરણામાં 97 ટકા અને અપર વૈતરણામાં 88 ટકા સ્તર છે. અહીં એ જણાવવાનું કે મુંબઈમાં પીવાના પાણીની તંગીને કારણે પાલિકાને 10 ટકા પાણી કાપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ જુલાઈમાં પુષ્કળ વરસાદને કારણે પાણીકાપ પાછો ખેંચવામાં આવ્યો હતો.
Also Read –