મુંબઈમાં એક ગોવિંદાનું મૃત્યુઃ અગાઉ પ્રેક્ટિસ વખતે એક બાળકનું મોત થયું હતું…

મુંબઈઃ મુંબઈમાં દહીંહાંડી ધામધમૂથી ઉજવાય છે, પરંતુ આ સમયે પિરામિડ બનાવી હાંડી ફોડા ગોવિંદાઓનો જીવ જોખમમાં મૂકાય છે. બે દિવસ અગાઉ એક 11 વર્ષીય બાળક નું પ્રેક્ટિસ દરમિયાન મૃત્યુ થયું હતું ત્યારે આજે ફરી એક ગોવિંદાના મોતની ખબર મળી છે.
મૃતકનું નામ જગમોહન ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક 32 વર્ષીય હતો અને દહીંહાંડી માટે દોડરા બાંધવાન તૈયારી કરતો હતો, તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.મુંબઈમાં સેંકડો ગોવિંદા પથક છે, જે ઘણા દિવસો પહેલા પ્રેક્ટિસ કરી ઊંચા ઊંચા પિરામિડ બનાવે છે.
પ્રેક્ટિસ હોવા છતાં અને સુરક્ષાની વ્યવસ્થા હોવા છતાં પણ ગોવિંદાઓના નીચે પટાકાવ અને ઈજા પહોંચવાના બનાવો બને છે. આજની વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમા 18 જણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી છને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 12 ગોવિંદા સારવાર લઈ રહ્યા છે.
ઈસ્ટર્ન ઝોનમાં છને હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જેમાંથી 3ની સારવાર થઈ રહી છે અને 3ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વેસ્ટર્ન ઝોનની વાત કરીએ તો છ ગોવિંદાને ઈજા પહોંચી છે, જેમાંથી એકને સારવાર અપાઈ રહી છે જ્યારે પાંચને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
કુલ 30 ગોવિંદાને ઈજા પહોંચી હતી, જેમાંથી 15 સારવાર હેઠળ છે જ્યારે 15ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ આંકડા મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બપોરે 3 વાગ્યે આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…નંદ ઘેર આનંદ ભયો! દહીં હાંડી માટે સરકારે 1.5 લાખ ગોવિંદાઓને વીમા કવચ પૂરું પાડશે…