મુંબઈ હોર્ડિંગ કેસ: મહારાષ્ટ્ર સરકારે આઈપીએસ ઓફિસર કૈસર ખાલિદને સસ્પેન્ડ કર્યા

મુંબઈ: મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર હોર્ડિંગ તૂટી પડવાના કેસમાં મહારાષ્ટ્ર સરકારે આઈપીએસ ઓફિસર કૈસર ખાલિદને સસ્પેન્ડ કર્યો છે. ડીજીપી ઓફિસની મંજૂરી લીધા વગર જ તેમણે હોર્ડિંગને પરવાનગી આપી હતી.
મહારાષ્ટ્ર સરકારે 10 જૂને મુંબઈમાં 13 મેના હોર્ડિંગ તૂટી પડવાની તપાસ માટે અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ દિલીપ ભોસલેની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.
આ પણ વાંચો: ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના: અલાહાબાદ હાઇ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસની,આગેવાની હેઠળ તપાસ સમિતિ નિમાઇ
અત્યાર સુધી પોલીસે ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર ભાવેશ ભીંડેની ધરપકડ કરી છે જેણે હૉર્ડિંગ ઊભું કર્યું હતું. તેમના ભૂતપૂર્વ કર્મચારીઓ જાન્હવી મરાઠે અને સાગર પાટીલ, તેમજ સ્ટ્રક્ચરલ એન્જિનિયર મનોજ સાંઘુ, જેમણે વિગતવાર તપાસ કર્યા વિના કથિત રીતે સ્થિરતા પ્રમાણપત્ર પ્રદાન કરનારાની પણ ધરપકડ કરવામાં આવી છે.
એન વોર્ડમાં તૈનાત બીએમસીના એન્જિનિયર સુનીલ દળવીની મુંબઈ પોલીસની એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના સ્ટ્રક્ચરલ એન્જિનિયરને પાંચ દિવસની પોલીસ કસ્ટડી
રેલ્વે પોલીસના મહાનિર્દેશક દ્વારા આ ઘટનાની આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમણે તેનો અહેવાલ મહારાષ્ટ્ર ડીજીપીને સુપરત કર્યો હતો, જેમણે તેને રાજ્ય સરકારને સોંપ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.