
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે ગુરવાર, ૨૪ જુલાઈ, ૨૦૨૫થી રવિવાર, ૨૭ જુલાઈ, ૨૦૨૫ સુધી દરિયામાં મોટી ભરતી છે. તેમાં પણ ૨૬ જુલાઈ શનિવારના દરિયામાં સૌથી મોટી ભરતી છે. આ દરમ્યાન દરિયામાં મોજાં ૪.૬૭ મીટર ઊંચા ઉછળશે. તેથી ભરતી સમયે નાગરિકોને દરિયા કિનારે નહીં જવાની અપીલ પાલિકા પ્રશાસને કરી છે.
ગુરવાર, ૨૪ જુલાના સવારના ૧૧.૫૭ વાગે દરિયામાં ભરતી હશે એ દરમ્યાન દરિયામાં મોજાં ૪.૫૭ મીટર ઊંચા ઉછળશે. શુક્રવાર, ૨૫ જુલાઈના બપોરના વાગે દરિયામાં ભરતી સમયે મોજાં ૪.૬૬ મીટર ઊંચા ઉછળશે. શનિવાર, ૨૬ જુલાઈના બપોરના ૧.૨૦ વાગે ભરતી સમયે મોજાં ૪.૬૭ મીટર ઊંચા ઉછળશે. તો રવિવાર ૨૭ જુલાઈના બપોરના ૧.૫૬ વાગે દરિયામાં ભરતી સમયે મોજાં ૪.૬૦ મીટરથી ઊંચા ઉછળશે.