આમચી મુંબઈ

દરિયામાં આ ચાર દિવસ રહેશે મોટી ભરતી

નાગરિકોને દરિયાકિનારે જવાનું ટાળવા BMCની અપીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)


મુંબઈ:
આજથી ચાર દિવસ દરિયામાં મોટી ભરતી છે. ભરતી દરમ્યાન સાડા ચાર મીટર કરતા વધુ ઊંચા મોજાં ઉછળશે. તેથી આ સમય દરમ્યાન મુંબઈગરાએ દરિયાકિનારા પાસે જવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે.

ગુરુવાર, ચાર ડિસેમ્બરથી રવિવાર સાત ડિસેમ્બર સુધી સળંગ ચાર દિવસ દરિયામાં મોટી ભરતી છે અને મોજાં સાડા ચાર મીટર કરતા ઊંચા ઉછળશે, તેમાં શનિવાર, છ ડિસેમ્બરના મોટી ભરતી છે. એ દિવસે રાતના ૧૨ વાગીને ૩૯ મિનિટે દરિયામાં ૫.૦૩ મીટર કરતા પણ ઊંચા મોજા ઉછળશે. મોટી ભરતીના ચારેય દિવસ નાગરિકોએ દરિયાની નજીક જવું નહી એવી અપીલ મુંબઈ મહાનગરપાલિકા સહિત મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: વેરાવળમાં બીચ પર પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવતી વખતે યુવતી દરિયામાં તણાઈ, છનો બચાવ

મોટી ભરતી શનિવાર છ ડિસેમ્બરના છે અને તેમાં પાછું એ જ દિવસે મહાપરિનિર્વાણ દિન હોવાથી મોટી સંખ્યામાં મુંબઈ બહારથી નાગરિકો દાદર શિવાજી પાર્કમાં આવતા હોય છે. તેથી તેઓ શિવાજી પાર્ક ચોપાટી પર જાય નહીં તેવી અપીલ પણ પાલિકા દ્વારા કરવામાં આવી છે.

ચારથી સાત ડિસેમ્બર, ૨૦૨૫ દરમ્યાન ભરતીનું ટાઈમટેબલ

વાર તારીખ સમય મોજાની ઊંચાઈ (મીટર)
ગુરુવાર ચાર ડિસેમ્બરરાતના ૧૧.૫૨ વાગે૪.૯૬
શુક્રવારપાંચ ડિસેમ્બરસવાર ૧૧.૩૦ વાગે ૪.૧૪
શનિવારછ ડિસેમ્બરમધરાત ૧૨.૩૯ વાગે૫.૦૩
શનિવારછ ડિસેમ્બરબપોરના ૧૨.૨૦ વાગે૪.૧૭
રવિવારસાત ડિસેમ્બરમધરાત ૧.૨૭ વાગે૫.૦૧
રવિવારસાત ડિસેમ્બરબપોરના ૧.૧૦ વાગે૪.૧૫

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button