ગ્રાન્ટ રોડની ઇમારતનો કેટલોક ભાગ તૂટી પડ્યો

મુંબઇમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે. દરમિયાન દ. મુંબઇના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં સ્લેટર રોડ નજીક આવેલી એક ઇમારતનો કેટલોક ભાગ તૂટી પડ્યો હોવાની માહિતી મળી છે. ઇમારતનું નામ રૂબિનિસા મંઝિલ હોવાનું જાણવા મળ્યું છે. આ બિલ્ડિંગની બાલ્કનીનો કેટલોક ભાગ તૂટી પડ્યો હોવાનું માહિતી મળી છે. આ ઘટના આજે સવારે 11.00 કલાકે બની હતી. આ બિલ્ડિંગ રહેવા માટે અયોગ્ય પણ જાહેર કરવામાં આવી હતી અને MHADA દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ઘણી જૂની અને જર્જરિત ઇમારતો આવેલી છે.
| Also Read: મુંબઇગરાઓ આજે ઘરમાં જ રહેજો, શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા
હાલમાં ઘટના સ્થળ પર અગ્નિશમન દળ અને પોલીસ મોજુદ છે. તેમણે આ રોડ પરનો ટ્રાફિક ડાયવર્ટ કરીને બચાવ કાર્ય શરૂ કર્યું છે. કાટમાળમાં કેટલાક લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પણ જાનહાનિના કોઇ સમાચાર હજી સુધી મળ્યા નથી.



